સાબરમતી એકસપ્રેસમાં પ્રવાસી પાસેથી રૂા.1.80 કરોડની રોકડ જપ્ત…..

Latest News અપરાધ કાયદો ગુજરાત

ગઈકાલે રેલવે સ્ટેશને જીઆરપીના ટ્રેનમાં ચેકીંગ દરમિયાન એક વ્યક્તિ પાસેથી અધધધ 1.80 કરોડની રોકડ મળી આવતા ખળભળાટ મચ્યો છે. પોલીસે આરોપી પાસે રોકડને લઈને દસ્તાવેજો માંગતા તે ન મળતા પોલીસે રોકડ હવાલાની માની જપ્ત કરી તપાસ હાથ ધરી છે.

પુછપરછમાં આરોપી આ રોકડ યુપીથી બિહાર પહોંચાડી રહ્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસ સાબરમતી-દરભંગા એકસપ્રેસ ટ્રેનમાં યાત્રીઓના સામાન ચેક કરી રહી હતી ત્યારે એક યાત્રી ટ્રોલી બેગ લઈને બેઠો હતો તેની ટ્રોલી બેગ ખોલીને તપાસ કરતા તેમાં રૂપિયાના બંડલો નજરે પડયા હતા.

પૈસાના બારામાં પૂછતા તેણે 1.80 કરોડ રૂપિયા હોવાનું અને તેને ઝાંસીના છપરા સુધી લઈ જવાના હોવાનું કહ્યું હતું. રૂપિયાના બારામાં કોઈ દસ્તાવેજો રજૂ ન કરતા અને સંતોષકારક જવાબ ન મળતા પોલીસે આ રકમ જપ્ત કરી હતી અને આવકવેરા ઉપનિદેશક (તપાસ) યુનિટ-2 વારાણસીને જાણ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *