શંકર ઠક્કર ની સ્વદેશી મેળા બોર્ડના સદસ્ય તરીકે કરવામાં આવી નિયુક્ત
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૅટ) ના રાષ્ટ્રીય મંત્રી અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું કે ભારતના રિટેલ વેપાર, સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ, લઘુ ઉદ્યોગો, કારગરો, MSME અને ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનોને એક રાષ્ટ્રીય મંચ પર લાવવા માટે, કૅટે સ્વદેશી જાગરણ મંચ તથા દેશની અગ્રણીઓ સંસ્થાઓ સાથે મળી 2026ના મે મહિનામાં નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે દેશનો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને વિશાળ વ્યાપારિક આયોજન “સ્વદેશી મેળો–2026” આયોજિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.ગત 25 નવેમ્બરે નવી દિલ્હીમાં યોજાયેલી કૅટની નેશનલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કૅટને સ્વદેશી મેલો યોજવાની સલાહ આપી હતી.
કૅટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરથીયાએ જણાવ્યું કે આ મેળો માત્ર ભારતના વેપાર, ઉદ્યોગ અને હસ્તકલા શક્તિને જ રજૂ નહીં કરે, પણ મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ અપાવવા અને ભારતીય ઉદ્યમી ક્ષમતા ને નવા શિખરો સુધી લઈ જવાનું સૌથી મોટું મંચ બનશે. દેશભરના ઉદ્યોગો, સ્ટાર્ટ-અપ્સ, મહિલા ઉદ્યોગસાહસિકો, કારિગરો અને નાના ઉત્પાદકો માટે આ એક સોનેરી તક છે કે તેઓ પોતાના ઉત્પાદનો અને નવીનતાઓને રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય બજારમાં રજૂ કરી શકે.
*રાષ્ટ્રીય સંચાલન બોર્ડનું ગઠન—4 ડિસેમ્બરે પ્રથમ બેઠક*
કૅટના રાષ્ટ્રીય મહામંત્રી તથા ચાંદની ચોકના સાંસદ પ્રવીન ખંડેલવાલે જણાવ્યું કે આ ઐતિહાસિક આયોજન માટે દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ ડૉ. રામ ગોપાલ ગોયલની અધ્યક્ષતામાં એક ખાસ રાષ્ટ્રીય સંચાલન બોર્ડનું ગઠન કરવામાં આવ્યું છે. આ બોર્ડમાં દેશના તમામ રાજ્યોમાંથી વેપાર તથા ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા 65 અનુભવી અને પ્રભાવશાળી સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં મહિલા અને યુવા ઉદ્યમીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે શંકર ઠક્કર ને પણ સંચાલન બોર્ડના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે .
આ સંચાલન બોર્ડના સભ્ય શંકર ઠક્કરે જણાવ્યું કે બોર્ડની પ્રથમ મહત્વપૂર્ણ બેઠક 4 ડિસેમ્બરે નવી દિલ્હીમાં થશે જેમાં મેલા ની વ્યાપક રૂપરેખા, થીમ, પ્રદર્શનનો સ્વરૂપ, દેશવ્યાપી પ્રચાર યોજનાઓ અને ભારતીય ઉત્પાદનોને મહત્તમ પ્રોત્સાહન આપવા અંગે નિર્ણાયક ચર્ચા થશે.
ભારતના તમામ મુખ્ય ક્ષેત્રોના પ્રતિનિધિઓ થશે સામેલ
કૅટના નેશનલ ચેરમેન બ્રજમોહન અગ્રવાલે જણાવ્યું કે બેઠકમાં વ્યાપાર સંસ્થાઓ, ખેડૂત જૂથો, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર, ટ્રાવેલ તથા ટૂરિઝમ, MSME, સ્ટાર્ટ-અપ સમુદાયના નેતાઓને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમજ લઘુ ઉદ્યોગ ભરતી, MSME ડેવલપમેન્ટ ફોરમ, ફેડરેશન ઑફ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન અને વિવિધ પ્રોફેશનલ સંગઠનોના રાષ્ટ્રીય નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.ઉપરાંત દેશના ઘણા પ્રતિષ્ઠિત એક્સ્પો અને પ્રદર્શન નિષ્ણાતોને પણ ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે જેથી સ્વદેશી મેળો–2026 ખરેખર “ભારતના સ્વદેશી વેપાર અને ઉદ્યોગનું દર્પણ” બની શકે.
દેશભરમાં બનશે રાજ્ય-સ્તરીય સ્ટીયરિંગ કમિટીઓ — સ્ટૉલ મુકવા માટે રાષ્ટ્રીય અભિયાન
મેળો પ્રગતિ મેદાનમાં મેગા સ્કેલ પર યોજાશે. 4 ડિસેમ્બરની બેઠકમાં મેળાની વિગતવાર યોજના અને લેઆઉટને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
વિવિધ ક્ષેત્ર—ઉદ્યોગ, વેપાર, સ્ટાર્ટ-અપ, મહિલા ઉદ્યોગસાહસિક, કારગરો, ફૂડ પ્રોસેસિંગ, આયુર્વેદ, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, ટેકનોલોજી, ઈ-કોમર્સ વગેરે—માટે અલગ-અલગ કમિટીઓ રચાશે.
દેશભરમાંથી સ્વદેશી ઉત્પાદનોના સ્ટૉલ્સને આમંત્રિત કરવા માટે રાષ્ટ્રીય અભિયાન શરૂ થશે.
દરેક રાજ્યમાં એક સ્ટીયરિંગ કમિટી બનાવવામાં આવશે જે આ મેગા ઇવેન્ટનો સંદેશ દેશના દરેક ખૂણામાં પહોંચાડશે.
સ્વદેશી મેળો–2026” ભારતની સ્વદેશી શક્તિનું વૈશ્વિક પ્રદર્શન—શંકર ઠક્કર
શંકર ઠક્કરે જણાવ્યું કે સ્વદેશી મેળો 2026 માત્ર ભારતીય ઉદ્યોગકારો માટે વેપાર વિસ્તરણનું મંચ નથી, પરંતુ ભારતની સ્વદેશી શક્તિને વિશ્વ સમક્ષ નવી ભવ્યતા સાથે રજૂ કરતું એક અભૂતપૂર્વ પ્લેટફોર્મ છે.
જે પણ વેપારી, સ્ટાર્ટ-અપ, કરી ઉત્પાદક અથવા ઉદ્યોગપતિ આ આયોજનનો ભાગ બનશે, તેઓ પોતાના વ્યવસાય માટે વૈશ્વિક સ્તરે નવી સંભાવનાઓ ઊભી કરી શકશે.
