આનંદી પાત્રથી પ્રખ્યાત તોરલ રાસપુત્રા ગુજરાતી ફિલ્મમાં પ્રવેશવા આતુર 

Latest News મનોરંજન

બાલિકાબધુ સિરિયલમાં આનંદીનું પાત્ર ભજવનાર તોરલ હાલમાં ગુજરાતી નાટકમાં આવી રહી છે. જો કે અત્યાર સુધી હિન્દી સિરિયલોમાં વિવિધ પાત્ર વડે દર્શકોનું દિલ જીતનારી તોરલને હવે સારી વજનદાર ભૂમિકા મળે તો ગુજરાતી ફિલ્મો કરવી છે..

નાનપણમાં તોરલને એરહોસ્ટેસ બનવાની ઈચ્છા હતી. ખાસ કરીને માતાપિતાની સાથે દેશદુનિયામાં ટ્રાવેલ કરતાં સમયે તેને આનંદ આવતો હતો. ટ્રાવેલ બ્લોગરના ટ્રાવેલ વિશેના બ્લોગ જોઈ તેને પણ ટ્રાવેલ વિશે પોતાના અનુભવ વિશે લોકોને જણાવવા ઉત્સુક તોરલ હકીકતમાં અંતરમુખી છે પરંતુ જયારે એક્શન શબ્દ સાંભળે ત્યારે પાત્રમાં ખોવાઈ જઈ ભૂમિકાને સંપૂર્ણ ન્યાય આપે છે.

સદગત સ્મિતા પાટીલના અર્થ ફિલ્મ જેવી ભૂમિકા ભજવવાની તોરલની ઈચ્છા છે.

ટીવીમાં સિરિયલોમાં કામ કરવા બહુ સમય માંગી લે છે આથી હવે થોડો સમય બ્રેક લઈ ગુજરાતી નાટક અનેં ફિલ્મ કરવા તૈયાર છે. મેટ્રોની સફર દરમ્યાન લોકો તેને આનંદી અથવા મેરે સાંઈ મા દાઇજીની ભૂમિકાને કારણે ઓળખી સેલ્ફી પડાવે છે ત્યારે તેને સારુ લાગે છે. મનપસંદ ભૂમિકા મેળવવા તે મહેનત કરી રહી છે. ઓફર્સ તો આવે છે પરંતુ તોરલને સશક્ત ભૂમિકાની તલાશ છે.