સાવરકુંડલાના સેંજળ પાસે બોલેરો પલટી જતાં સર્જાયો અકસ્માત

Latest News ગુજરાત

સાવરકુંડલાના સેંજળ પાસે બોલેરો ગાડી પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. પાલિતાણાના ગંઢોળ ગામેથી દીકરીને તેડવા આવેલા પરિવારજનોને પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. અકસ્માતના બનાવમાં 1 મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે, જ્યારે 23 જેટલાં મુસાફરો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

જ્યારે ઈજાગ્રસ્તોને 4 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જેમાં 8 જેટલાં ઈજાગ્રસ્તોને વંડા સેન્ટર પર સારવારમાં ખસેડાયા હતા. સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આી હતી. જેમાં 6 વ્યક્તિને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા હતા.

1 thought on “સાવરકુંડલાના સેંજળ પાસે બોલેરો પલટી જતાં સર્જાયો અકસ્માત

  1. 72betcom’s website is clean and easy to navigate. I appreciate that! Found some interesting prop bets that I haven’t seen anywhere else. Worth a look if you’re into that! Website is here: 72betcom

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *