વસઈના એક રહેણાંક સંકુલમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી. ત્રણ શખ્સોએ ઘરમાં ઘૂસીને મહિલા અને તેના પુત્રને છરીની અણીએ બાંધી દીધા હતા અને ઘરમાંથી રૂ. ૧૦ લાખની માલમત્તા લૂંટી લીધી હતી. વસઈની ક્રાઈમ ડિટેક્શન બ્રાન્ચ રૂમ ૨ એ આ કેસનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી લાખોની કિંમતી સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે.
વસઈ પૂર્વના વાલિવ સાતિવલી વિસ્તારમાં રિલાયેબલ ગ્લોરી નામની એક ઈમારત છે. આ ઈમારતના ત્રીજા માળે ફ્લેટ નંબર ૩૦૧ માં રાઉત પરિવાર રહે છે. ૧૭ નવેમ્બરના રોજ ગીતા રાઉત અને તેનો પુત્ર ઘરે હતા ત્યારે બપોરે ૧:૧૦ વાગ્યે ત્રણ અજાણ્યા શખ્સોએ રાઉતના ઘરમા ઘુસી ગયા હતા. અને તેમાંથી એકે બાળકના ગળા પર છરી રાખી અને ગીતા રાઉતને પૂછ્યું, “સોનું ક્યાં છે?”. પરંતુ, ગીતા રાઉતે કહ્યું કે તેણીને આ વિશે કંઈ ખબર નથી, તે જ સમયે બીજા માણસે તેણી પર છરી વડે હુમલો કર્યો. હુમલામાં તેણીના ડાબા હાથમાં ઇજા થઈ હતી. ત્યારબાદ, લૂંટારુઓએ બંનેને બાંધી દીધા અને કબાટમાંથી ૧૨ તોલા સોનાના દાગીના અને એક મોબાઇલ ફોન લઈ ઘરમાંથી ભાગી ગયા. આ કેસમાં વાલીવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, અધિકારીઓ અને ક્રાઇમ ડિટેક્શન બ્રાન્ચ – વિભાગ ૨ વસઈ સ્ટાફના અધિકારીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી. તેઓએ ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારની તપાસ કરી અને ગુપ્ત માહિતી આપનારાઓ પાસેથી માહિતી મેળવી. આ માહિતીના આધારે, આરોપીઓની ઓળખ કરવામાં આવી.આ કેસની સૌથી ચોંકાવનારી વાત એ છે કે લૂંટનો માસ્ટરમાઇન્ડ મહિલાના પતિનો ખાસ મિત્ર છે! તેણે મહિલાને ઘરમાં સોનું હોવાની અને તે સમયે મહિલા એકલી હોવાની માહિતી આપીને કાવતરું ઘડ્યું હતું.
આરોપી કર્ણાટકના નંદગાંવમાં રહેતો હોવાની માહિતી મળ્યા બાદ, તપાસ ટીમ તાત્કાલિક કર્ણાટક જવા રવાના થઈ ગઈ. પોલીસે ગુનાના ત્રણ આરોપીઓ, અશોક ઉર્ફે બાબુ રાજુ શિંદે, અબ્દુલ રૌફ હાશ્મી, રીતિક બેલાંગીની ધરપકડ કરી. પોલીસે ગુનામાં સંડોવાયેલા તેમના સાથીઓ, નૂર હસન ખાન, સૂરજ જાધવ અને કાલુ સાહુની પણ ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી ચોરાયેલા ૮ તોલા સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, આરોપીઓની શોધ દરમિયાન મળી આવેલા રોકડ અને મોબાઇલ ફોન, જે કુલ રૂ. ૧૦ લાખ હતા, જપ્ત કરવામાં આવ્યા હતા

I love playing games on laro777bet and then wagering my winnings playing e-sports. I recommend it! Go play laro777bet, you wont regret it!