નોકરાણીને હોટલમાં લઈ જઈને ઘેનયુકત પીણુ પિવડાવી કારચાલકે અત્યાચાર ગુજાર્ય
મુંબઈ પ્રતિનિધી. તા. ૧૩
મુંબઈમા. મહિલા જ્યાં ઘરકામ કરતી હતી તે જ ઘરના ડ્રાઈવરે તેના પર બળાત્કાર ગુજાર્યો. વધુમાં, આ દરમિયાન આરોપીએ મહિલાના અશ્લીલ ફોટા પાડ્યા અને તેને બ્લેકમેલ કરીને તેની પાસેથી આરોપીએ ૮૫,૦૦૦ રૂપિયા પડાવ્યા હતા. આ ઘટના દક્ષિણ મુંબઈના માતા રમાબાઈ વિસ્તારમાં આવેલા ઓપેરા હાઉસમાં બની હતી. મહિલાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દક્ષિણ મુંબઈના ઓપેરા હાઉસ વિસ્તારમાં એક મહિલા ઘરકામ કરતી હતી. તે જ ઘરના માલિકના ડ્રાઈવર સાથે મહિલાનો પરિચય થયો હતો.. ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત વધતી ગઈ. આ વાતચીત દ્વારા બંને મિત્ર બન્યા. બંને એક જ ગામના હોવાથી તેમના ગાઢ સંબંધો વધુ મજબૂત બન્યા.
આ મિત્રતા પછી, ડ્રાઈવરે પીડિતાને વિશ્વાસમા લઈ હોટલમા લઈ ગયો હતો. જ્યાં, તેણે તેને ઘેનયુકત પીણુ પીવડાવ્યું. તે પીધા પછી, મહિલા બેભાન થઈ ગઈ. જ્યારે તે ભાનમાં આવી ત્યારે. આરોપીએ તેના ફોન પર તેના અશ્લીલ ફોટા અને વીડિયો પણ લીધા.
જ્યારે મહિલાએ તેને ફોટા ડિલીટ કરવાનું કહ્યું, ત્યારે આરોપીએ તેને ધમકી આપવાનું શરૂ કર્યું. તેણે મહિલાના એકાઉન્ટમાંથી ૮૫,૦૦૦ રૂપિયા તેના એક સાથીના એકાઉન્ટમાં તેના ફોન દ્વારા ટ્રાન્સફર કર્યા. આ ઘટના પછી, મહિલા તેના ગામ ગઈ, પરંતુ આરોપીએ તેને ફોન કરીને ધમકી આપવાનું ચાલુ રાખ્યું. ૧૯ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ, આરોપીએ તેને ફરીથી તે જ હોટલમાં બોલાવી અને તેના જૂના અશ્લીલ ફોટા બતાવીને ધમકી આપી અને ફરીથી તેના પર બળાત્કાર ગુજાર્યો. સપ્ટેમ્બર ૨૦૨૫ માં, આરોપીએ મહિલાને ઘણી વખત અલગ અલગ જગ્યાએ બળજબરી પણ કરી. આ બાબતથી કંટાળીને, મહિલા પોલીસ સ્ટેશન પહોંચી.
મહિલાએ સંબંધિત આરોપી ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી. પોલિસની ટીમે આરોપીની વાલકેશ્વર ખાતેથી ધરપકડ કરી. તેની પાસેથી એક મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે અને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત, પોલીસ એ પણ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીએ અન્ય મહિલાઓને આ રીતે નિશાન બનાવી હોવાની શકયતા તપાસી રહી છે.
