મુંબઈમાં ‘ડિજિટલ એરેસ્ટ’ બતાવીને એક ઉદ્યોગપતિ પાસેથી ૫૮ કરોડ રૂપિયા લૂંટી લીધાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને પૈસા શોધી રહ્યા છે.
ઈડી અને સીબીઆઈ અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને એક ઉદ્યોગપતિ અને તેની પત્નીને ‘ડિજિટલ એરેસ્ટ’ દ્વારા લૂંટવામાં આવ્યા હતા આરોપીઓએ ે૧૮ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને પૈસા ઉપાડ્યા હતા. આરોપીઓનું નામ અબ્દુલ નાસિર ખુલ્લી, અર્જુન કડવાસરા, જેઠારામ કડવાસરા છે. તેઓ મની લોન્ડરિંગ કેસમાં સામેલ હોવાનું કહીને ‘ડિજિટલ એરેસ્ટ’માં ફસાયા હતા. દરમિયાન, ૯ ઓગસ્ટથી ૮ ઓક્ટોબર દરમિયાન, ઉદ્યોગપતિએ આરટીજીએસ દ્વારા ૫૮.૧૩ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
ડિજિટલ એરેસ્ટ એટલે શું?
ડિજિટલ એરેસ્ટ એટલે ડિજિટલ સ્વરૂપમાં ધરપકડ. આ પ્રકારના કૌભાંડમાં, પોલીસ અધિકારી અથવા ઈડી અને સીબીઆઈ અધિકારી હોવાનો દાવો કરનાર વ્યક્તિ સંદેશ મોકલે છે અથવા લાઈવ વીડિયો કોલ કરે છે. તેઓ ડ્રગ અથવા મની લોન્ડરિંગ કેસમાં ડિજિટલ ધરપકડ કરવાનો ડોળ કરે છે. ડિજિટલ ધરપકડ એ એક નવા પ્રકારની ઓનલાઈન છેતરપિંડી છે, જેમાં સાયબર ગુનેગારો સરકારી અધિકારીઓ, પોલીસ અથવા કાયદા અમલીકરણ અધિકારીઓ હોવાનો ડોળ કરીને લોકોને ડરાવીને પૈસા પડાવે છે.
