માધુપુરા સટ્ટાકાંડ: હર્ષિત જૈનની દુબઈથી ધરપકડ, રૂ.2200 કરોડના સટ્ટા કેસમાં થઈ શકે છે નવા ખુલાસા

Latest News આરોગ્ય કાયદો દેશ

ગુજરાતના સૌથી મોટા 2200 કરોડથી વધુનો ક્રિકેટ સટ્ટાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી છે. એસએમસીની ટીમે આ સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી પકડી પાડ્યો છે. એસએમસી દ્વારા હર્ષિત જૈન સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી, ત્યાર બાદ દુબઈ પોલીસ હર્ષિતને લોકેટ કરી લીધો અને સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સંકલન સાધી તેને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, આરોપી છેલ્લાં એક વર્ષથી ફરાર હતો. જોકે, હવે દુબઈથી તેની ધરપકડ કરવામાં આવી છે. હર્ષિતની ઓફિસમાંથી 2300 કરોડનો સટ્ટો પણ ઝડપાયો છે. હવે આ કેસમાં 35થી વધુ આરોપીઓ ઝડપાઇ ચુક્યા છે. હર્ષિતના પકડાયા બાદ હવે સકંજો સૌરભ અને અમિત મજેઠિયા સુધી પહોંચશે. આ સહિત અન્ય બુકીઓને પણ પકડવામાં આવશે. વિદેશ ગયેલા બુકીઓને પકડવા માટે પણ કાર્યવાહી હાથ ધરાવમાં આવી છે.

મળતી માહિતી મુજબ, 28 માર્ચ, 2023ના દિવસે ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો 2200 કરોડના ક્રિકેટ સટ્ટાનો અમદાવાદ પીસીબીએ પર્દાફાશ કર્યો હતો. ત્યારે તત્કાલીન પોલીસ ઇન્સપેક્ટર તરલ ભટ્ટને માહિતી મળી હતી કે, કેટલીક કંપનીઓની અંદર કરોડોના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે અને આ તમામ પૈસા સામાન્ય વ્યક્તિના એકાઉન્ટમાંથી આવી રહ્યા છે. આ તમામ પૈસાનો ઉપયોગ સટ્ટા માટે કરવામાં આવી રહ્યા છે. આ મામલે તપાસ માટે પીસીબીની ટીમે સુમિલ કોમ્પ્લેક્સમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 7 મોબાઈલ, 3 લેપટોપ, 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ, 14 પીઓએસ મશીન, 193 સીમકાર્ડ, સાત પાનકાર્ડ, 83 કંપનીના સિક્કા, 20 ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ અને રોકડ મળીને 3.38 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

આ અંગે તપાસ કરતા સામે આવ્યું હતું કે, એક મોબાઈલ એપ્લિકેશન દ્વારા બુકીઓ સટ્ટો રમાડતા હતા. વિવિધ લોકોને એજન્ટ બનાવી આઈડી ઊભા કરવામાં આવતા અને આ એજન્ટો દ્વારા સટ્ટો રમાડવામાં આવતો. આનો મુખ્ય માસ્ટર માઇન્ડ દીપક ઠક્કર હતી, જેની એક વર્ષ પહેલાં એએમસીએ દુબઈથી ધરપકડ કરી હતી. હાલ, આ કેસમાં 35થી વધુની ધરપકડ થઈ ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *