અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ રોકવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. આ માટે તેમણે રશિયન પ્રમુખ પુતિન, યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને યુરોપના નેતાઓ સાથે બેઠકોનો દોર કર્યો, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં. બંને દેશો વચ્ચે શાંતિની ચર્ચા વચ્ચે રશિયાએ યુક્રેન પર સતત હુમલા ચાલુ રાખ્યા છે. જોકે, રવિવારે યુક્રેને તેના સ્વતંત્રતા દિવસે જ પુતિનને જડબાતોડ જવાબ આપતા રશિયાના કુર્સ્ક પરમાણુ એકમ અને ઉસ્ત-લુગા ફ્યૂઅલ ટર્મિનલ પર હુમલા કર્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે અમરેકિન પ્રમુખ બન્યાના ૨૪ કલાકમાં રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરાવી દેવાનો દાવો કર્યો હતો, પરંતુ સાત મહિના પછી પણ આ યુદ્ધ ચાલુ છે અને તે બંધ થવાના કોઈ સંકેતો મળતા નથી. રશિયાએ શાંતિ વાટાઘાટો વચ્ચે પણ યુક્રેન પર હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે.
રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનના હુમલાઓનો જવાબ આપતા યુક્રેને ૧૯૯૧માં ૨૪ ઑગસ્ટે સોવિયેત સંઘમાંથી આઝાદ થયાના દિવસની ઊજવણી કરતા રવિવારે રશિયા પર વ્યાપક સ્તર પર ડ્રોન હુમલો કર્યો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યુ ંકે, યુક્રેને તેની સરહદથી ૬૦ કિ.મી. દૂર રશિયાના સૌથી મોટા કુર્સ્ક પરમાણુ એકમ પર ડ્રોન હુમલો કર્યો હતો, જેને પગલે આ એકમના રિએક્ટરની વીજળી પેદા કરવાની ક્ષમતા ૫૦ ટકા સુધી ઘટી ગઈ હતી. આ સિવાય યુક્રેને ઉસ્ત-લુગા ફ્યુઅલ ટર્મનિલને પણ આગને હવાલે કરી દીધું હતું.
બીજીબાજુ રશિયાએ ૧૨થી વધુ સ્થળો પર યુક્રેનના ૯૫ ટકા ડ્રોન તોડી પાડયાનો દાવો કર્યો હતો. યુક્રેનના હુમલાના કારણે રશિયામાં અનેક એરપોર્ટ પર સિવિલ ફ્લાઈટ્સ અટકાવી દેવાઈ હતી.
રશિયન સંરક્ષણ મંત્રાલયે ઉમેર્યું કે ફિનલેન્ડની ખાડીથી લગભગ ૧,૦૦૦ કિ.મી. ઉત્તરમાં રશિયાના લેલિનગ્રાદ ક્ષેત્ર સ્થિત ઉસ્ત-લુગા બંદર પર તેમણે યુક્રેનના ૧૦ ડ્રોન તોડી પાડયા હતા. જોકે, આ ક્ષેત્રમાં યુક્રેનના ડ્રોને ફ્યુઅલ ટર્મિનલ પર હુમલો કરતા આગ ફાટી નીકળી હતી. આ ટર્મનિલ પરથી રશિયાની નોવાટેક કંપની મુખ્યરૂપે ચીન, સિંગાપોર, તાઈવાન અને મલેશિયા જેવા એશિયાના દેશોને નેફ્થા અને ઈસ્તંબુલને જેટ ઈંધણનો પુરવઠો પૂરો પાડે છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પના પ્રયાસોથી યુક્રેન અને રશિયા વચ્ચે હાથ ધરાયેલી શાંતિ મંત્રણા હાલ પડી ભાંગી છે તેવા સમયે અમેરિકન આર્મી પેન્ટાગોને રશિયા પર હુમલા કરવા માટે આર્મી ટેકટિકલ મિસાઈલ સિસ્ટમ્સ (એટીએસીએમએસ)નો ઉપયોગ કરતાં યુક્રેનને અટકાવ્યું છે. પેન્ટાગોનના નિર્દેશોના પગલે સાડા ત્રણ વર્ષથી ચાલતા યુદ્ધમાં મોસ્કો પર હુમલા કરવાની યુક્રેનની ક્ષમતા ઘટી ગઈ છે તેમ વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલમાં જણાવાયું છે. જોકે, આ અહેવાલોને સત્તાવાર પુષ્ટી મળી નથી. આ અહેવાલ મુજબ પેન્ટાગોને યુક્રેનને અમેરિકન બનાવટના લાંબા અંતરના એટીએસીએમએસ મિસાઈલોનો ઉપયોગ રશિયામાં છેક અંદર સુધી હુમલા કરતા રોક્યું છે. યુક્રેન આ મિસાઈલોનો ઉપયોગ માત્ર પોતાના સંરક્ષણ માટે કરી શકશે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું હતું કે, રશિયાની આક્રમક્તાનો જવાબ માત્ર સંરક્ષણથી આપી શકાય નહીં. આ નિવેદનને યુક્રેનને રશિયા પર હુમલો કરવાના ગ્રીન સિગ્નલ તરીકે જોવાયું હતું. જોકે રશિયા, યુક્રેન વચ્ચે શાંતિ વાટાઘાટોમાં કોઈ પ્રગતિ ના થતાં ટ્રમ્પે રશિયા પર ભારે આર્થિક પ્રતિબંધો અથવા ટેરિફ લગાવવા વિચારણા કરવાની ધમકી આપી હતી. સાથે જ ટ્રમ્પે કહ્યું કે તેઓ એમ પણ કહી શકે છે કે, ‘આ તમારી લડાઈ છે. તમે જ લડી લો.
મોસ્કો: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રોકવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે ત્યારે યુરોપના દેશો શાંતિ વાટાઘાટોમાં અવરોધો ઊભા કરી રહ્યા હોવાનો રશિયાએ આરોપ મૂક્યો છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું કે, પશ્ચિમી દેશો અને યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી યુક્રેનમાં ચાલતું યુદ્ધ રોકાય તેમ ઈચ્છતા નથી. ટ્રમ્પ કોઈક રીતે રશિયા-યુક્રેન યુદ્ધ વાતચીત કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ પશ્ચિમી દેશો કોઈને કોઈ બહાનું કાઢીને વાટાઘાટો બંધ કરાવી દે છે. લાવરોવે ઝેલેન્સ્કીની પણ ઝાટકણી કાઢતા કહ્યું કે, તેઓ પોતાની શરતો પર પ્રમુખ પુતિનને મળવા માગે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમિર પુતિને સાથે મળીને શાંતિ વાટાઘાટો માટે જે પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું તેને ઝેલેન્સ્કી ખતમ કરવા
