રાજપીપળા શહેરના નવાફળિયા વિસ્તારના ૩૩ વર્ષના પરિણીત યુવાન મુકેશ અશોકભાઇ માછીએ રાજપીપળા અને ઓરી વચ્ચે આવેલ પોતાના જ ખેતરમાં લીમડાના ઝાડ પર લટકીને ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ છે.
બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતા તેઓ ખેતરે આવી પહોંચ્યા હતા.તો બીજી બાજુ રાજપીપળા પોલીસના અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચતા મૃતક યુવકના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો કે, પોલીસે અશોકને ગઇરાત્રે ૧૨ વાગ્યાથી સવારે ૪ વાગ્યા સુધી કોઇક કારણોસર પૂછપરછ કરી છોડી મૂક્યો હતો અને સવારે ૧૦ વાગે ફરી બોલાવ્યો હતો. પોલીસે ટોર્ચર કર્યો હોવાથી ગભરાઈને આપઘાત કર્યો છે.
પોલીસ અધિકારીઓ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા માટે કાર્યવાહી કરતા હતા પરંતુ પરિવારજનો વિરોદ કરતા હતા જ્યારે ભારે સમજાવટ બાદ મૃતદેહને લઇ જવા માટે પરિવારજનોને પોલીસ મનાવ્યા હતા અને પીએમ બાદ સાંજે મૃતદેહની પરિવારજનોને સોંપણી કરી હતી.
