ચાલતી ટ્રેનમા દરવાજા પાસે ઉભેલ યુવાનને ચોરે લાકડીનો ફટકો મારતા પાટા પર પડી

Latest News અપરાધ આરોગ્ય કાયદો

એક ક્ષણમાં આખી જિંદગી બદલાઈ ગઈ. નાસિકના 2૨૬ વર્ષીય ગૌરવ નિકમને રવિવારે સવારે આનો કડવો અનુભવ થયો. ખેડૂત ગૌરવે થાણેમાં એક મહત્વપૂર્ણ કામ પૂરું કરીને ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું હતું. પણ તેને શું ખબર હતી કે આ પરત ફરવાની યાત્રા તેનું આખું જીવન બરબાદ કરી દેશે. ગૌરવ તપોવન એક્સપ્રેસમાં થાણેથી નાસિક જઈ રહ્યો હતો. તે સમયે તે ટ્રેનના દરવાજા પર ઉભો હતો અને કોઈની સાથે વાત કરી રહ્યો હતો. ટ્રેન આંબિવલી સ્ટેશન નજીક આવી અને અચાનક બહારથી એક ચોરે તેના પર લાકડીથી હુમલો કર્યો. આ અણધાર્યા હુમલાને કારણે ગૌરવે પોતાનું સંતુલન ગુમાવ્યું અને તે સીધો ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગયો. ટ્રેનની ટક્કરથી તેનો એક પગ કપાઈ ગયો.

પરંતુ આ અકસ્માતમાં દુઃખની હદ ત્યારે પહોંચી જ્યારે ઘાયલ ગૌરવ જમીન પર પીડાથી કણસતો હતો, એક ચોર તેની પાસે આવ્યો. તેણે તેનો મોબાઈલ અને રોકડ રકમ લઈને ભાગી ગયો. ગૌરવના ભાગ્યમાં ઈજાઓ, પીડા, અપંગતા અને લૂંટ બધું એક ક્ષણમાં લખાઈ ગયું. આ કેસમાં પોલીસે એક સગીર ઈરાની યુવકને કસ્ટડીમાં લીધો છે. ઈરાની ગેંગના ગુનાહિત ઇતિહાસ વિશે બધા જાણે છે. કાયદાની નજરમાં તે સગીર હોવાથી, તેને મળનારી સજા મર્યાદિત હશે. પરંતુ ગૌરવને મળેલી “સજા”, બંને પગ ગુમાવવા અને જીવનભર રહેનારી પીડાનું શું? આ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *