મુંબઈ-ગોવા હાઈવે પર રત્નાગીરી પાસેહાથખંબા ખાતે એલપીજી ગેસ લઈ જતું ટેન્કર અકસ્માતગ્રસ્ત થયું છે. ટેન્કર પુલ પરથી પડી ગયું અને અકસ્માત બાદ ટેન્કરમાંથી ગેસ લીકેજ થયો. આ ઘટના ૨૯ જુલાઈની રાત્રે બની હતી. ઘટનાની માહિતી મળતા જ એમઆઇડીસી રેસ્ક્યુ ટીમે અકસ્માત બાદ ગેસ લીકેજને અસ્થાયી રૂપે બંધ કરી દીધું હતું. આ સાથે, વહીવટીતંત્રે નજીકના નાગરિકોને પણ સલામત સ્થળે ખસેડ્યા હતા. જોકે, મુંબઈ-ગોવા હાઈવે પર ટ્રાફિક હજુ પણ બંધ કરવામા આવ્યુ હોવાનું બહાર આવ્યું છે. પરિણામે, મુસાફરોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં મુંબઈ-ગોવા હાઈવે પર ટ્રાફિકને સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કારણ કે આ હાઈવે છેલ્લા કેટલાક કલાકથી ટ્રાફિક માટે બંધ છે. બીજી તરફ, એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા બે મહિનામાં આ બીજી ઘટના છે. હાલમાં, પલટી ગયેલા ટેન્કરને ઠીક કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને એકવાર ટેન્કર ઠીક થઈ જાય, પછી ગેસ બીજા ટેન્કરમાં ટ્રાન્સફર કરવામાં આવશે. હાટખંબા ગામના વાણી પેઠ વિસ્તારમાંથી ઓછામાં ઓછા ૧૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકે વિસ્તારનું નિરીક્ષણ કર્યું છે. જોકે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં ન આવે અને ટેન્કર દૂર ન થાય અને રસ્તો સુરક્ષિત ન બને ત્યાં સુધી ટ્રાફિક પૂર્વવત થશે નહીં.
