આમિરખાન ટોકીજ જનતા કા થીએટર પહેલી ઓગસ્ટથી યુ ટ્યૂબ પર શરૂ થશે ૧૦૦ રૂપિયામાં એક ફિલ્મ જોવા મળશે સિતારે ઝમી પર પહેલી ફિલ્મ બની

Latest News Uncategorized મનોરંજન

લોકપ્રિય ફિલ્મકલાકાર દિગદર્શક આમિરખાનની સિતારે ઝમી પર પહેલી ઓગસ્ટથી યુ ટ્યૂબ પર ૧૦૦ રૂપિયામાં જોવા મળશે. ત્યારબાદ આમિરખાન પ્રોડક્શનની ફિલ્મ એક પછી એક ફિલ્મો રજૂ કરવામાં આવશે. આમિરખાન અને યૂટ્યૂબ પર આ માટે જોડાણ કરવામાં આવ્યું છે.
યુટ્યૂબ પર રોજના ૫૫ કરોડ દર્શક હોવાનું આમિર અને યૂટ્યૂબના ગુંજન દ્વારા જણાવાયું હતું.
આમિરખાનની આમિરખાન ટોકીજ જનતા કી થીએટર યૂટ્યૂબ પર શરૂ થઈ રહી હોવાનું જણાવ્યું હતું. જો કે આમિરખાન પ્રોડક્શનની તમામ ફિલ્મો ફિલ્મદીઠ ફક્ત ૧૦૦ રૂપિયામાં જોવા મળશે. વિડિઓ ઓન ડિમાન્ડ જોવા મળશે તેમ જ સત્યમેવ જયતે ફ્રી.
આ ઉપરાંત નવા કલાકરોને પણ જો તેઓ ટેલેન્ટેડ અને યોગ્ય હશે તો તેમને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે અને ત્યાર બાદ તેમની ફિલ્મ પૂરતો જેમ નફો થશે તો પાર્ટનર કરાશે.
કોરોના પછી થીએટરમાં મોંઘી ટિકિટને કારણે પ્રેક્ષકો ઓછા થયા છે અને ઓટીટી અથવા અન્ય પ્લેટફોર્મ પર આમિરને જવાની ઈચ્છા નહોતી આથી વિશાળ પ્રેક્ષક્વર્ગ ને ધ્યાનમાં રાખી આમીરે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
જો કે કોઈ પણ ફિલ્મ શરૂ કરાયા બાદ ૪૮ કલાકમાં ફિલ્મ જોવાનું પૂરું કરવું પડશે. એક મહિના પૂરતી ફિલ્મ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *