ગોડાઉનમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો : 48 લાખના મુદ્દામાલ…

Latest News અપરાધ કાયદો ગુજરાત

રમણગામડી ગામની સીમમાં પટેલ એસ્ટેટમાં પાર્થ કન્ટ્રક્શન નામના બોર્ડવાળા ગોડાઉનમાં નારાયણલાલ કસ્તુરરામ સૈન રહે.ઓઢવ, અમદાવાદ શહેર(મુળ રહે. રાજસ્થાન) બહારથી  દારૂનો જથ્થો મંગાવી ગોડાઉનમાં રાખી વેચાણ કરે છે અને હાલમાં આ ગોડાઉનમાં અલગ-અલગ વાહનોમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ભરવાનુ કામ ચાલુ છે.” તેવી બાતમી આધારે દરોડો પાડતા ગોડાઉનમાં રાજુખાન બરકતખાન કંડીયા રહે-તવાવ તા-જસુનપુરા જિ.જાલોર, રાજસ્થાન (ડ્રાઇવર), ભાવેશકુમાર પીરાજી પ્રજાપતી હાલરહે-દ્વારકેશ સોસાયટી, મકરપુરા વડોદરા શહેર મુળ રહે-બડગાવ તા-રાનીવાડા જિ-ઝાલોર, રાજસ્થાન (હીસાબ રાખનાર), અશોક બગદારામ ભીલ રહે-આજોદર તા-રાનીવાડા જિ-ઝાલોર, રાજસ્થાન, મહેન્દ્રકુમાર અમૃતલાલ જોષી રહે-બડગાહ તા-રાનીવાડા જિ-ઝાલોર, રાજસ્થાન, હરીશકુમાર ઉર્ફે ઇશ્વર ભુપાજી ભીલ રહે- અમરાપુરા તા-રાનીવાડા જિ-ઝાલોર, રાજસ્થાન ઝડપાઈ ગયા હતા.

તેઓ નારાયણલાલ કસ્તુરરામ સૈન રહે-15/16 શહેરી ગરીબ આવાસ યોજના, આશિષ સીનેમાની સામે, ઓઢવ, અમદાવાદ શહેર મુળ રહે-રાજસ્થાને મંગાવેલ દારૂ અન્ય જગ્યાએ સપ્લાય કરવા અલગ અલગ વાહનોમાં ભરતા હોય ત્યારે તમામ ઝડપાઈ ગયા હતા. ખરાબ મમરા ભરેલ પ્લાસ્ટીકના કોથળા, વાહનો મળી કુલ રૂ.48.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *