AMCની આંકડાની રમત 3 દિવસમાં લોહીના 89 હજાર સેમ્પલ લીધાનો દાવો!

AMCની આંકડાની રમત 3 દિવસમાં લોહીના 89 હજાર સેમ્પલ લીધાનો દાવો!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં રોગચાળો કાબૂમાં હોવાનું દર્શાવવા માટે ચોપડા પર જાદુઈ છડી ફેરવી દેવામાં આવી હોય તેવું સામે આવ્યું છે. ડેન્ગ્યુ અને મલેરિયાની તપાસ માટે માત્ર ત્રણ જ દિવસમાં લોહીના 89 હજાર અને સીરમના 6 હજાર નમૂના લેવાયા હોવાનો દાવો કરતા આંકડા રજૂ કરવામાં આવ્યા છે, જેનાથી વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ 27 સપ્ટેમ્બર સુધી લોહીના ફક્ત 48,446 અને સીરમના 10,168 નમૂના જ લેવાયા હતા. પરંતુ 30 સપ્ટેમ્બર સુધીના નવા આંકડા જાહેર થયા ત્યારે તેમાં અચાનક વધારો થઈને લોહીના 1.83 લાખ અને સીરમના 16,2900 નમૂના લેવાયા હોવાનો દાવો કરાયો. મા

સવાલ એ ઊભો થાય છે કે માત્ર ત્રણ જ દિવસમાં મ્યુનિસિપાલિટીએ 89 હજાર લોહીના અને 6 હજાર સીરમના નમૂના કેવી રીતે લઈ લીધા? વાસ્તવમાં આ આંકડાની રમત આરોગ્ય તંત્ર દ્વારા પોતાની કામગીરી સારી દેખાડવા માટે કરવામાં આવી છે.

ગત વર્ષે સપ્ટેમ્બરમાં બે લાખથી વધુ લોહીના નમૂના લેવાયા હતા, જ્યારે આ વર્ષે 27 સપ્ટેમ્બર સુધી માંડ 50 ટકા જ સેમ્પલ લેવાયા હતા. મહિનાના અંતે ચોપડા પર નમૂનાની સંખ્યા વધારીને ગત વર્ષની સમકક્ષ બતાવી દેવાઈ છે, જ્યારે તેની સામે રોગચાળાના કેસોમાં કોઈ મોટો તફાવત જોવા મળ્યો નથી. આંકડાની આ માયાજાળ છતાં વાસ્તવિક રોગચાળાની સ્થિતિ અને દર્દીઓની સંખ્યામાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી, જે મ્યુનિસિપલ તંત્રની પારદર્શિતા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...