પીપળજ પિરાણા રોડ ઉપર ચાની કિટલી પાસે ૨૦ દિવસ પહેલા બસ ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં એક સગીરનું ટાયર નીચે કચડાતા મોત થયું હતું, જ્યારે વાહન ચલાવનાર સગીર ઘાયલ થયો હતો. અકસ્માતના આ બનાવમાં ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતાં એક્ટિવા સગીર ચલાવતો હતો જેથી પોલીસે સગીર પુત્ર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ના હોવા છતાં વાહન ચલાવવા આપવા બદલે તેના પિતા સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
પીપળજ પિરાણા રોડ ઉપર તા. ૫ માર્ચના રોજ બસ ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં એક સગીરનું ટાયર નીચે કચડાતા મોત થયું હતું, આ અકસ્માત કેસની તપાસ કરતા ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એફ.એલ. રાઠોડ કરતા હતા તેઓએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક્ટિવા સગીર ચલાવતો હતો.
જેથી પોલીસે આ ઘટનામાં નારોલમાં પીરાણા પિપળજ રોડ ઉપર રહેતા એક્ટિવા માલિક સામે ગુનો નોંધ્યો હતો જેમાં તેમના સગીર પુત્ર પાસે વાહન ચલાવવા માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ ના હોવા છતાં વાહન ચલાવવા આપવા બદલ તેના પિતા સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
