ઈરાન અને ઈઝરાયલનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું ત્યારે ઘરેલુ અને હોટલની ગુજરાતી થાળી મોંઘી થઈ ગઈ છે. સામાન્ય રીતે ગુજરાતીઓમાં અમુક પ્રસંગો કે તહેવારોમાં હોટલમાં જઈને ગુજરાતી થાળી આરોગવા જવાની એક રસમ છે.
પરંતુ હાલમાં પ્રવર્તેલી એલપીજીની અછતને કારણે ગુજરાતી થાળી પર અંદાજિત વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે. જે ઘણી હોટલો અને રેસ્ટોરન્ટોએ હાલમાં લાગુ કર્યો છે.
ઘરગથ્થુ એલપીજીમાં 7%ના વધારાથી રસોઈ ખર્ચમાં 20-30નો વધારો થયો છે. ખાદ્ય તેલ અને શાકભાજીના પરિવહન ખર્ચ વધતા એક થાળીનો કુલ ખર્ચ 8-12% મોંઘો થયો છે. જેની સીધી અસર ઘરેલું ગુજરાતી થાળી દાળ-ભાત-શાક-રોટલી પર થઈ છે.
રેસ્ટોરન્ટ એસોસિયેશન અનુસાર 80% રેસ્ટોરન્ટ એલપીજીના ઉર્જા સ્ત્રોત પર આધારિત છે. કોમર્શિયલ એલપીજીની અછતને કારણે ઘણી હોટલોમાં “ક્રાઈસિસ મેન” બનાવવું પડ્યું છે અને થાળીના ભાવમાં 10%થી વધુ વધારો થયો છે. મોટા ભાગની અમદાવાદની રેસ્ટોરન્ટે પોતાના ભાવમાં 20થી 50 રૂપિયાનો વધારો કર્યો છે. ઘણી હોટલોએ બીજી રીતે વડોદરા અને અમદાવાદમાં મેનુ કટ કર્યું છે. ખાતરની અછતથી લાંબા ગાળે શાકભાજી અને અનાજ પણ મોંઘા થશે અને તેના કારણે પણ ગુજરાતી થાળી વધુ મોંઘી થશે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો ફૂડ ઈન્ફ્લેશન વધુ વધશે. સરકારે ઘરગથ્થુ એલપીજીના ભાવ ન વધે તે માટે અસરકારક પગલાં લીધા છે પરંતુ હોટલો અને ઢાબા હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે.
