રાયગડ જિલ્લાના ‘કાશીદ બીચ’ પર અકોલા જિલ્લાના શિક્ષક સહિત બે લોકો દરિયામાં ડૂબી ગયા. અકોલા જિલ્લા વહીવટીતંત્રે મૃત્યુ અંગે માહિતી આપી છે. ડૂબી ગયેલા બે લોકોના નામ રામ કુટે અને આયુષ રામટેકે છે.
અકોલાના એક વર્ગના ૧૨ વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો રાયગડ જિલ્લાના કાશીદ બીચ પર ફરવા ગયા હતા. એવું ્જાણવા મળેલ છે કે ૨ વિદ્યાર્થીઓ અને ૧ શિક્ષક પાણીમાં ડૂબી ગયા. તેમાંથી ૧ વિદ્યાર્થી અને એક શિક્ષકનું મૃત્યુ થયું છે. જ્યારે એક વિદ્યાર્થી સ્વસ્થ છે.
મૃતક શિક્ષક રામ કુટે (૬૦ ) અને વિધ્યાર્થી આયુષ રામટેકે (૧૯) ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પીએચસીમાં મોકલવામાં આવ્યો છે. જ્યારે આયુષ બોબડે (૧૭) સુરક્ષિત છે.
કાશીદ બીચ ઘટના: ખરેખર શું બન્યું? રાયગડ જિલ્લાના કાશીદ બીચ વિસ્તારમાં અકોલામાં એક ખાનગી વર્ગના વિદ્યાર્થીઓ કેટલાક સાથીદારો અને વિદ્યાર્થીઓ સાથે ફરવા ગયા હતા. દરમિયાન, દરિયા કિનારે ઉતરતા તેઓ બધા દરિયાના મોજામાં તણાઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.
કેટલાક શિક્ષકોનું કહેવું છે કે આયુષ રામટેકે ટ્યુશન ક્લાસનો વિદ્યાર્થી નહોતો પરંતુ શિક્ષકના ઘરની બાજુમાં રહેતો એક યુવાન હતો. દરમિયાન, ટ્યુશન ક્લાસના ફક્ત ત્રણ વિદ્યાર્થીઓ ફરવા આવ્યા હતા અને ટ્યુશન ક્લાસના શિક્ષકો કહી રહ્યા છે કે ત્રણેય સુરક્ષિત છે.
આ ઘટના મુરુડ પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાથી, મુરુડ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રાહત કાર્ય પૂરું પાડ્યું હતું, અને વધુ તપાસ ચાલી રહી છે.
