ડીઝલ બ્રાઉઝર વાનમાંથી નિયમિત ચોરી થતી હતી : ચોરી કરતા બે શખ્સો ઝડપાયા

Latest News અપરાધ કાયદો

ડીસીપી ઝોન-૪ના સ્ક્વોડના સ્ટાફને ગત રાત્રીએ પેટ્રોલીંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે હાંસોલ  રણમુક્તેશ્વર ચાર રસ્તા પાસે એરપોર્ટથી ગેરકાયદે ફ્યુઝ બ્રાઉઝરમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને પોલીસે દરોડો પાડતા ફ્યુલ બ્રાઉઝરમાંથી ડીઝલની ચોરી કરતા ભરત પટણી અને કલ્પેશ પટણી (રહે. અસારવા)ને ઝડપી લીધા હતા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે એરપોર્ટમાં ગ્રાઉન્ડ હેન્ડલીંગ માટે ડીઝલ અને પેટ્રોલનો કોન્ટ્રાક્ટ હતો. પરંતુ, એરપોર્ટમાં આપવાનું ડીઝલ ચોરીને વેચાણ કરવા માટે ફ્યુલ બ્રાઉઝર વાનને એરપોર્ટથી ગેરકાયદે બહાર લાવીને ડીઝલને તેમના કૌટુબિક સાળાને વેચાણ આપતા હતા. બંને આરોપીઓ ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી ડીઝલની ચોરી કરતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.