૧૦૦ કરોડની ક્લબમાં શામેલ ગુજરાતી ફિલ્મ લાલો જેવી હિન્દી ફિલ્મ બનાવવા બૉલીવુડના નિર્માતા દિગદર્ષકો હોડ મા ઉતર્યા હોવાનું ફિલ્મી સૂત્રોએ જણાવ્યું હતું. લાલો પ્રથમ ગુજરાતી ફિલ્મ છે જે ૧૦૦ કરોડની ક્લબમાં શામેલ થઈ છે. આ પહેલા ૧૨ ૧૫ ૨૦ ૨૫કરોડ ane૫૦ થી ૫૫ કરોડ રૂપિયાથી વધુ ધંધો ગુજરાતી ફિલ્મોએ નથી કર્યો તેમ ફિલ્મી નિષ્ણાંતઓએ જણાવ્યું હતું. આ વર્ષે એક બાજુ લાલો અનેં બીજી બાજુ અન્ય ફિલ્મોનો બિઝનેસ. આ ફિલ્મ રિલીઝ કરવામાં એક જાણીતી ગુજરાતી ફિલ્મી હસતીએ રોકાણ કર્યું અનેં કૃષ્ણની કૃપાથી કરોડો રૂપિયાનો નફો મેળવ્યો તો સાથે સાથે ફિલ્મ સાથે સંકળાયેલા નિર્માતા દિગદર્શકને તગડુ વળતર અનેં હીરો હિરોઈન ના પણ ભાવ ઉંચકાયા.
લાલો ફિલ્મ રજૂ કરવા ૨૦૨૧ થી ફિલ્મના નિર્માતા દિગદર્શક દોડતા હતા. પરંતુ નસીબ ખુલ્યું ૨૦૨૫મા એ પણ એવુ કે ફક્ત લાખો રૂપિયામાં બનેલી આ ફિલ્મ ફક્ત માઉથ પબ્લિસિટીના સહારે દેશભરમાં પ્રખ્યાત થઈ ગઈ અનેં આ જ કારણસર બૉલીવુડ નિર્માતા દિગદર્ષકો કરોડો રૂપિયાનો વેપલો કરનારી લાલો નો લાભ લેવા તલપાપડ બન્યા છે જેમાં કરણ જોહર અનેં બૉલીવુડના મોટા ગજા ના બેનર્સ પણ સમાવેશ થાય છે.
