લોન માટે બીજા ભાગીદારના દસ્તાવેજનો ઉપયોગ કરતાં પકડાયો

ડોદરામાં ભાડાના મકાનમાં પીજી હોસ્ટેલ ચલાવતા બે ભાગીદારો છૂટા પડયા પછી એક ભાગીદારે બીજાના દસ્તાવેજનો દુરુપયોગ કરી રૃ.૨૫ લાખની લોન લેતાં પોલીસે તેની અટકાયત કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ,રાજકોટના ગાંધીગ્રામ-૨પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઇ હતી.જેમાં બે ભાગીદારો વડોદરામાં ભાડાનું મકાન રાખી પીજી હોસ્ટેલ ચલાવતા હતા અને વર્ષ-૨૦૨૫માં ભાગીદારી છૂટી કરી હતી.પરંતુ અક્ષર ઉર્ફે અક્ષયપાસે ભાડાકરારની કોપી અને પૂર્વ ભાગીદારના દસ્તાવેજ હતા.

જેથી તેણે જેએમ ફાઇનાન્સિયલ લિ.માંથી રૃ.૨૫ લાખની લોન લઇ પૂર્વ ભાગીદારના દસ્તાવેજોનો ગેરેન્ટર તરીકે ઉપયોગ કર્યો હતો.પૂર્વ ભાગીદારે ફરિયાદ કરતાં રાજકોટ પોલીસે ગુનો નોંધ્યો હતો.જે ગુનામાં વડોદરા પોલીસે અક્ષય લાલજીભાઇ છાયાણી(સપ્ત વાટિકા,વૃન્દાવન ચાર રસ્તા પાસે,વાઘોડિયારોડ,વડોદરા મૂળ શક્તિનગર, ચિતલીયારોડ,જસદણ,રાજકોટ)ને ઝડપી પાડી રાજકોટ પોલીસને જાણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...