મૂર્તિ ચોરીના જૈન સમાજમાં ઘેરા પડઘા

પાલીતાણા શેત્રુંજ્ય ગિરિરાજ પરતી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ચોરીની ઘટનાના જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને ગુન્હેગારોને ઝડપી લઈ સુરક્ષા વ્યવસ્થા વધારવા સાથે મુર્તિ પુનઃ પ્રસ્થાપિત કરવાની માંગણી ઉઠવા પામી છે. 

ગિરિરાજ શેત્રુંજય પરથી ભગવાન પાર્શ્વનાથની પંચધાતુની મૂર્તિની ચોરી થતા સમગ્ર જૈન સમાજ સ્તબ્ધ છે. આ ઘટના માત્ર એક ચોરી નથી, પરંતુ લાખો શ્રદ્ધાળુઓની આસ્થા પર થયેલો આઘાત છે. પાલીતાણા જેવું પવિત્ર તીર્થ જ્યાં ડગલે ને પગલે ભક્તિનો પ્રવાહ વહે છે, ત્યાં આવી સુરક્ષા ક્ષતિ ચિંતાજનક છે. ભાવનગર જૈન શ્રેષ્ઠીએ પેઢીને અપીલ કરી છે. પોલીસ પ્રશાસન સાથે સંકલન સાધીને ગુનેગારોને વહેલી તકે પકડવામાં આવે અને ભગવાનની મૂર્તિ પુનઃ સ્ફાતિ કરવામાં આવે, પર્વત પરના મુખ્ય દેરાસરો તેમજ અવરજવરના માર્ગો પર હાઈડેફિનેશન સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવામાં આવે અને તેનું ૨૪ કલાક મોનિટરિંગ થાય. રાત્રિનાં સમયે સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા કર્મીઓનું સઘન પેટ્રોલિંગ ગોઠવવામાં આવે. પર્વત પર આવતા જતા શંકાસ્પદ શખ્સો પર નજર રાખવા માટે યોગ્ય વ્યવ્થા ઊભી કરવામાં આવે. જો સમયસર યોગ્ય સુરક્ષા પગલાં નહીં લેવાય, તો ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થવાની ભીતિ છે. જે અંગે પત્ર લખી પેઢીને રજુઆત પણ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...