પાલઘર જિલ્લામાં શનિવાર -રવિવારે રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યુ હતુ. ભારે વરસાદ અને વીજળી પડવાના બે જુદા જુદા બનાવમાં છ લોકો જખમી થયા હતા. તો અનેક ઘરોને પણ નુકસાન થયું હતું.
શનિવારથી પાલઘર જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેમાં પાલઘર જિલ્લાના જવ્હાર તાલુકામાં જુદા જુદા વિસ્તારમાં વીજળી પડવાના બનાવ નોંધાયા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ધાનવા ગામમાં શનિવાર રાતના ૧૦.૩૦ વાગે એક ઘરમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકો જખમી થયા હતા. જખમીઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના પર સારવાર ચાલી રહી છે.
બીજો બનાવ જવ્હાર તાલુકાના ધાધારી ગામમાં બન્યો હતો, જેમાં વીજળી પડવાથી એક જખમી થયો હતો. તેને તરત હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.
