વેપાર નિર્ભરતા અને સરહદી વિવાદો વચ્ચે ચીન સાથે મોદીની વિદેશ નીતિની આકરી પરીક્ષા

Latest News આરોગ્ય કાયદો દેશ

બે વ્યક્તિ નૃત્ય કરવાની તૈયારી કરી રહ્યા છે. સંગીતના મંદ અવાજો સંભળાઈ રહ્યા છે. ગાયક હજુ દેખાતો નથી, પરંતુ રૂપરેખા પરથી સ્પષ્ટ થાય છે કે ગાયક ભારતના વડા પ્રધાન નથી.

મહાબલીપુરમ, ચીનના પ્રમુખ શી જિન પિંગ સાથે ઝૂલા પર ઝૂલવાની તેમની સહજતા, ૧૫ જૂન, ૨૦૨૦ના રોજ ગલવાન ખાતે પીએલએ અને ભારતીય સૈન્ય વચ્ચે સંઘર્ષ, વીસ ભારતીય જવાનોની શહાદત, ૧૯ જૂનના રોજ સર્વ પક્ષીય બેઠક દરમ્યાન મોદીની પ્રસિદ્ધ ક્લીન-ચિટ, ‘કોઈ બાહ્ય વ્યક્તિએ ભારતીય પ્રદેશમાં ઘૂસણખોરી નથી કરી કે કોઈ બાહ્ય ભારતીય પ્રદેશમાં નથી’  પછી મોદીએ ઘણી લાંબી મજલ કાપી છે.

થોડા અઠવાડિયામાં જ રક્ષા મંત્રી અને વિદેશ મંત્રીએ વડા પ્રધાનના નિવેદનનું ખંડન કર્યું અને લાલ રેખાઓ દોરી દીધી,  યથાવત સ્થિતિ બદલવાના કોઈપણ એકપક્ષીય પ્રયાસ અસ્વીકાર્ય છે, અને સરહદ પર શાંતિ તેમજ યથાવત સ્થિતિનું પુનઃસ્થાપન ચીન સાથે સંબંધો સામાન્ય બનાવવાની પૂર્વશરતો છે.

કમાન્ડર સ્તરની વાટાઘાટમાં ભારતે ત્રણ પગલાની પ્રક્રિયા રજૂ કરીઃ સૈનિકોની વાપસી, તણાવ ઓછો કરવો અને નિઃશસ્ત્રીકરણ.

ચીને ભારતને વાટાઘાટમાં રોકી રાખ્યું, પણ સૈન્ય વાપસી અને નિઃશસ્ત્રીકરણ નકારી કાઢ્યા. ઉપગ્રહની તસવીરો સહિતના તમામ પુરાવા વિપરીત દ્રશ્ય દર્શાવે છેઃ સરહદ પર સૈન્ય અને લશ્કરી ઉપકરણોની ભારે તૈનાતી, ફાઈવ જી નેટવર્કની સ્થાપના, હવાઈ પટ્ટીઓ, દળો અને સામાન્ય નાગરિકો માટે નવા રસ્તા અને નવી વસાહતો. ચીને ચોક્કસપણે યથાવત સ્થિતિ બદલી નાખી છે.

ગલવાન એકમાત્ર ઘર્ષણ બિંદુ નથી. ડેપ્સાંગ અને ડેમચોકનો ઉકેલ આવ્યો નથી. ધી હિન્દુ અનુસાર, આ બિંદુઓ પર ચીનની સેનાએ અંકુશ રેખાની ભારતની બાજુમાં ધામા નાખ્યા છે. તાજેતરમાં ડિસેમ્બર ૨૦૨૪માં, ભારતના વિદેશ મંત્રીએ કહ્યું હતું, ‘૨૦૨૦થી અમારી વચ્ચેના સંબંધો અસામાન્ય છે.’

આ વર્ષે જૂનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ચાર દિવસના યુદ્ધ દરમ્યાન સૌથી ખરાબ ફટકો પડયો હતો. ચીને પાકિસ્તાનને પોતાના વિમાન (જે-૧૦) અને મિસાઇલો (પીએલ-૧૫) તૈનાત કરવાની મંજૂરી આપી. એવા પણ પુરાવા હતા કે પાકિસ્તાન માટે પીએલએએ વ્યૂહરચના ઘડી અને યુદ્ધના આયોજનમાં પાકિસ્તાની સૈન્યને માર્ગદર્શન આપ્યું.

ભારત સરકારે ચીનને અળગુ  કરવાની વાત કરી છે, પરંતુ આ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. ચીન સાથે ભારતની વેપાર ખાધ દર વર્ષે સતત વધી રહી છે અને ૨૦૨૪-૨૫માં તે ૧૦૦ અબજ અમેરિકી ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે. ભારત અનેક મુખ્ય ચીજવસ્તુઓ માટે લગભગ સંપૂર્ણપણે ચીન પર નિર્ભર છે. ભારતમાં ૧૭૪ ચીની કંપનીઓ નોંધાયેલી છે. ૩૫૬૦ ભારતીય કંપનીઓના બોર્ડમાં ચીની ડિરેક્ટરો છે (સ્રોતઃ લોકસભા સવાલ-જવાબઃ એ, ૧૨-૧૨-૨૦૨૨).

ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી, ભારતે ટિકટોક જેવી ૨૦૦થી વધુ ચીની મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો. તેણે ચીન (ભારત સાથે જમીન સરહદો વહેંચતા દેશ તરીકે) ના રોકાણો પર પ્રતિબંધો લાદ્યા અને ચીની કંપનીઓ દ્વારા કરાતું રોકાણ અટકાવ્યું તેમજ નોન-ટેરિફ અવરોધો ઊભા કર્યા. દિલ્હી-મેરઠ આરઆરટીએસ અને કેટલાક માર્ગ અને વીજળી ક્ષેત્રના ટેન્ડરોમાં ચીનની ભાગીદારી રદ કરવામાં આવી હતી.

પોતાના તરફથી, ચીને મહત્વપૂર્ણ ખનિજો અને ખાતરોની નિકાસ બંધ કરી દીધી હતી. તેણે સોલાર, ઈવી અને અન્ય ઉત્પાદકો માટે જરૂરી મધ્યવર્તી માલની આપૂર્તિમાં પણ ગંભીર વિક્ષેપ પાડયો.

શી જિનપિંગે શાંઘાઈ સહયોગ સંસ્થા (એસસીઓ)માં ભારે રાજકીય રોકાણ કર્યું છે. એસસીઓ સંમેલનો (૨૦૧૯, ૨૦૨૨ અને ૨૦૨૪)માં વ્યક્તિગત રૂપે મોદી અને શી વચ્ચે કોઈ દ્વિપક્ષીય મુલાકાત નહોતી થઈ. આથી ૨૦૨૫  સંમેલનમાં તિયાનજિનમાં દ્વિપક્ષીય મુલાકાત ઐતિહાસીક હતી.

આગળ વિચારતા, સરહદી સંઘર્ષ પર કોઈ પ્રગતિ થાય તેવી સંભાવના નથી જણાતી, પણ તાજેતરના વર્ષોમાં બંને  પક્ષો દ્વારા વેપાર અને રોકાણમાં વધારવામાં આવેલા મતભેદો બાબતે પ્રગતિ થઈ શકે છે. જો આવું બને, તો ભારત અને ચીન બંને માટે તે યુ-ટર્ન સાબિત થશે.

આપણે બંને દેશો તેમની વ્યૂહરચના બદલવા માટે શા માટે તૈયાર દેખાય છે તેના કારણો તેમજ સંજોગોનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરવું જોઈએ. મોદીની ટ્રમ્પ સાથે અતિશ્યોક્તિ ભરી મિત્રતા હોવા છતાં, પ્રમુખ ટ્રમ્પે મોદીને અવગણ્યા ત્યારે ભારતે દ્વિપક્ષીય સંબંધોમાં કડવો બોધપાઠ શીખ્યો.

તેમણે માત્ર લેણ-દેણમાં વિશ્વાસ રાખતા પ્રમુખ પાસેથી ક્રૂર પાઠ શીખ્યો, જેમના ખાનગી વ્યાપારી હિતો અને સંકુચિત રાજકીય હિતો મજબૂત અર્થતંત્ર પર હાવી થઈ ગયા હોવાથી તેમણે ભારત (અને બ્રાઝિલ) પર સૌથી વધુ ટેરિફ લાદ્યા.

ભારતની સ્થિતિ એક નકારાયેલા પ્રેમી જેવી થઈ ગઈ જેથી તે ચીન સાથેના સંબંધો સુધારીને રાહત મેળવવા માંગે છે. તેવી જ રીતે, ચીન વેપાર અને રોકાણ બંને માટે વિશ્વના સૌથી મોટા બજારમાં વેપાર કરવા માંગે છે, જે નિઃશંકપણે ભારત છે.

ઉપરાંત ચીન એશિયા-પેસિફિક વિસ્તારમાં તેનો પ્રભાવ પણ વિસ્તારવા માગે છે અને પોતાના એકમાત્ર પ્રતિસ્પર્ધીને રાજી કરવા તે હજી વધુ થોડુ કરશે.પણ વાસ્તિવકતા એ છે કે ચીન ક્યારે પણ ભારત સાથેની સરહદ   પર અથવા બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટીવના તેના ભાગીદાર અને તેના હથિયારના મુખ્ય ખરીદદાર પાકિસ્તાન વિશે પોતાનું વલણ જતુ નહી કરે. યાદ રહે કે ટિયાનજિન ખાતે દ્વિપક્ષીય બેઠકમાં મોદીએ રજૂ કરેલી બે બાબતો, વેપાર અને આતંકવાદને શીએ ચતુરાઈપૂર્વક ટાળી દીધી હતી.

હાલ એકમાત્ર રશિયા બધી તરફથી લાભમાં છે. પ્રમુખ પુતિન ભારત, ચીન અને યુરોપને તેલ અને ગેસ વેંચવાનું ચાલુ રાખશે તેમજ ભારતને શસ્ત્રો વેંચવાનું પણ ચાલુ રાખશે. તેઓ ઉત્તર કોરિયન સૈનિકોની મદદથી યુક્રેન સામે પોતાનું યુદ્ધ પણ ચાલુ રાખી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *