રામાયણ ત્રીજાં સપ્તાહમાં જ 752 થિયેટરમાંથી ઉતારી લેવાઈ

ત્રીજા અઠવાડિયામાં જ રણબીર અને સાઈ પલ્લવીની ‘રામાયણ ભાગ વન’ ફિલ્મનો જાદુ ઓસરવા માંડયોછે. નોર્થ અમેરિકામાં ‘રામાયણ’ ફિલ્મ ત્રીજા અઠવાડિયામાં ૭૫૨ થિયેટર્સમાંથી ઉતરી ગઇ હતી. જો કે, નિતેશ તિવારીની ‘રામાયણ’ ફિલ્મે દુનિયાભરમાંથી કુલ ૧૭૦૪.૬૫ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. નોર્થ અમેરિકામાં ‘રામાયણ’ ફિલ્મની કમાણી ૨૮ મિલિયન ડોલર્સ થવાને આરે છે. નોર્થ અમેરિકામાં ‘રામાયણ’ ફિલ્મને પાંચ નવેમ્બરે ૧૪૩૩ થિયેટર્સમાં રજૂ કરવામાં આવી હતી. બીજા અઠવાડિયામાં તેમાંથી ૩૦૦ કરતાં વધારે થિયેટર્સમાંથી ફિલ્મ ઉતરી ગઇ હતી. ત્રીજા અઠવાડિયે એટલે કે ૨૦ નવેમ્બરે માંડ ૬૮૧ થિયેટર્સમાં ફિલ્મ દર્શાવાઇ રહી હતી. આમ, પહેલાં અઠવાડિયાની સરખામણીમાં ફિલ્મે ૭૫૨ થિયેટર્સ ગુમાવ્યા છે.

ભારતમાંથી ‘રામાયણ’ ફિલ્મને ૯૫૫.૪૫ કરોડ રુપિયાની ચોખ્ખી કમાણી થઇ છે જ્યારે કુલ કમાણી ૧૧૪૧.૬૫ કરોડ રૂપિયા થઇ છે. વિદેશમાંથી અંદાજે ૫૬૩ કરોડ રૂપિયાની કમાણી થઇ છે. આમ, ‘રામાયણ’ ફિલ્મ દુનિયાભરમાંથી ૧૭૦૪. ૬૫ કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ થઇ છે. જો કે, હજી ફિલ્મ ૨૦૦૦ કરોડ રૂપિયા રળી બ્રેક ઇવન કરશે કે કેમ તે સવાલ તો ઉભો જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *