મકાનમાંથી દારૂ બિયરના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગઢડા રોડ, મધુરમ-૧, પાણીની ટાંકી પાસે આવેલા મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂ અને બિયર જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, વાસુદેવસિંહ દિલીપસિંહ ગોહિલ (રહે. બોટાદ, રાજપુત શેરી, તા.જી.બોટાદ)એ બોટાદ, ગઢડા રોડ, મધુરમ-૧, પાણીની ટાંકી પાસે, બ્લોક નંબર-૧૨ ખાતે ભાડાનું મકાન રાખી તે મકાને વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે બાતમી આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી રહેણાંકના મકાનમાં તલાશી લેતા વિદેશી દારૂની બોટલ ૧૭૦૫ રૂ.૨,૭૦,૧૬૮ અને બિયરના ટીન ૪૮૦ રૂ.૬૦,૦૦૦ નો મળી રૂ.૩,૩૦,૧૬૮નો મુદામાલ મળી આવતા પોલીસે વાસુદેવસિંહ દિલીપસિંહ ગોહિલની ધરપકડ કરી તેના વિરૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...