ભારતીયો માટે નવું વર્ષ મોંઘવારી નવા સ્તરે પહોંચી હોવાના સમાચાર સાથે આવ્યું છે. ભારતીયોનો ફક્ત નવા જ વર્ષમાં જ નહીં પરંતુ મોંઘવારીના નવા યુગમાં પ્રવેશ થઈ ગયો છે. દૂધથી લઈને દાળ અને શાકભાજીથી લઈને જીવન જરુરિયાતની બધી જ ચીજવસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. હવે તો કઈ વસ્તુ મોંઘી નથી તેની યાદી બનાવવી પડે તેમ છે. ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવોને પરિણામે ભારતનો ઓકટોબરનો રિટેલ ફુગાવો વધીને ૬.૦૯ ટકા સાથે બે વર્ષની ટોચે પહોંચી ગયો હતો.
આ ફુગાવો ગત મહિનાનો ફુગાવો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની છ ટકાની મહત્તમ ટાર્ગેટ મર્યાદાથી ઊંચો છે. ફુગાવો વધીને આવતા આરબીઆઈની ડિસેમ્બર બેઠકમાં વ્યાજ દરમાં ફરી વધારો થવાની શકયતા વધી ગઈ છે.
ગ્રાહક ભાવ આધારિત ફુગાવો જે સપ્ટેમ્બરમાં ૫.૫૪ ટકા હતો તે ઓકટોબરમાં નોંધપાત્ર વધી ૬.૦૯ ટકા રહ્યો હોવાનું સ્ટેટિસ્ટિકસ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટામાં જણાવાયુ હતું. ઓેકટોબરમાં સતત નવમાં મહિને ફુગાવો વધીને આવ્યો છે. રિટેલ ફુગાવો જે જાન્યુઆરીમાં ૨.૭૪ ટકા હતો તે ઓકટોબરમાં બમણા કરતા પણ ઊંચો રહ્યો છે.
ખાદ્ય પદાર્થનો ફુગાવો જે સપ્ટેમ્બરમાં ૭.૭૪ ટકા હતો તે ઓકટોબરમાં વધી ૮.૯૪ ટકા પહોંચી ગયો છે. ડુંગળી, લસણ તથા લીંંબુના ભાવમાં ગત મહિને જોરદાર વધારો જોવા મળ્યો હતો. ગયા વર્ષના ઓકટોબરની સરખામણીએ વર્તમાન વર્ષના સમાન મહિનામાં ડુંગળીના ભાવ ૧૧૬ ટકા જેટલા વધી ગયા હતા. લસણની કિંમતમાં ૬૦.૭૪ ટકા જ્યારે લીંંબુના ભાવમાં વાર્ષિક ધોરણે ૪૭.૩૦ ટકા વધારો નોંધાયો હોવાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયુ હતું. જો કે શાકભાજી જેમ કે બટાટા, રીંગણા, કોબી તથા ફલાવરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું ડેટામાં જણાવાયુ હતું.
ગ્રામીણ વિસ્તારમાં ફુગાવાનું પ્રમાણ ઊંચુ જોવા મળ્યુ હતું. ગ્રામીણ વિસ્તારનો ફુગાવો જે સપ્ટેમ્બરમાં ૬.૦૮ ટકા હતો તે ઓકટોબરમાં વધી ૬.૬૩ ટકા પહોંચી ગયો હતો, જ્યારે શહેરી વિસ્તાર માટે આ આંક ૪.૮૮ ટકા પરથી વધી ૫.૪૧ ટકા રહ્યો છે.ગ્રામીણ વિસ્તારમાં ખાધાખોરાકીનો ફુગાવો વધી ૯.૦૯ ટકા રહ્યો છે, જે સપ્ટેમ્બરમાં ૮.૦૬ ટકા હતો. શહેરી ક્ષેત્રમાં ખાધાખોરાકીનો ફુગાવો ૭.૧૮ ટકા પરથી વધી ૮.૬૮ ટકા રહ્યો હતો.વર્તમાન વર્ષમાં દેશમાં ચોમાસુ નબળુ રહેતા તથા અમેરિકા-ઈરાન યુદ્ધની અસરથી ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થયો છે. નીચામ ાં બે અને ઉપરમાં છ ટકાની રેન્જ મર્યાદા સાથે રિટેલ ફુગાવો ૪ ટકા પર સ્થિર રાખવા રિઝર્વ બેન્કને ટાર્ગેટ અપાયેલ છે.
દરમિયાન ફુગાવો વધીને આવતા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની મળનારી બેઠકમાં રેપો રેટમાં ફરી વધારો આવવાની શકયતા હોવાનું એક નિષ્ણાતે જણાવ્યું હતું. ઓકટોબરની બેઠકમાં એમપીસીએ રેપા ે રેટ ૦.૨૫ ટકા વધારી ૫.૫૦ ટકા કર્યો હતો.
