આજના આધુનિક સમયમાં રોકાણ માટે બજારમાં અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ સુરક્ષા અને ગેરંટીકૃત વળતરની વાત આવે ત્યારે પોસ્ટ ઑફિસની સરકારી બચત યોજનાઓ આજે પણ સૌથી વધુ લોકપ્રિય છે. જો તમે પણ કોઈ જોખમ વિના દર મહિને નિયમિત આવક મેળવવા માંગતા હોવ, તો પોસ્ટ ઑફિસ મંથલી ઇન્કમ સ્કીમ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
● સિંગલ એકાઉન્ટ: જો તમે વ્યક્તિગત રીતે ખાતું ખોલાવો છો, તો તેમાં મહત્તમ ₹9 લાખ સુધીનું એકસામટું રોકાણ કરી શકો છો.
-
₹15 લાખના રોકાણ પર વાર્ષિક ₹1,11,000 માત્ર વ્યાજ પેટે મળે છે.
-
આ મુજબ દર મહિને તમારા ખાતામાં સીધા ₹9,250ની નિશ્ચિત આવક જમા થશે.
-
આ યોજનાની પાકતી મુદત 5 વર્ષની હોય છે. સમગ્ર 5 વર્ષ દરમિયાન તમને વ્યાજમાંથી કુલ ₹5,55,000ની ચોખ્ખી કમાણી થશે અને મુદત પૂરી થયે તમારી મૂળ રોકેલી ₹15 લાખની રકમ પણ સંપૂર્ણ પરત મળી જશે.
રોકાણકારોએ આ સ્કીમમાં નાણાં ઉપાડવા સંબંધિત શરતો પણ જાણી લેવી જરૂરી છે. આ ખાતું 5 વર્ષની મેચ્યોરિટી માટે ખુલે છે, પરંતુ જરૂર પડ્યે 1 વર્ષ પછી ખાતું બંધ કરાવવાનો વિકલ્પ મળે છે. જો તમે 1 વર્ષથી 3 વર્ષની વચ્ચે ખાતું બંધ કરાવો છો, તો જમા રકમમાંથી 2% રકમ કાપીને પરત આપવામાં આવે છે. જો 3 વર્ષ પૂર્ણ થયા બાદ અને 5 વર્ષ પહેલાં પૈસા ઉપાડવામાં આવે, તો ડિપોઝિટ રકમમાંથી 1% કપાત લાગુ પડે છે.
-
પોસ્ટ ઑફિસ MIS યોજનામાં આવકવેરા કાયદા હેઠળ કોઈ અલગથી ટેક્સ છૂટનો લાભ મળતો નથી.
-
આ સ્કીમમાંથી મળતું માસિક વ્યાજ કરપાત્ર હોય છે; જો તમારી કુલ આવક ટેક્સ સ્લેબ હેઠળ આવતી હોય તો તેના પર નિયમ મુજબ ટેક્સ ચૂકવવો પડે છે.
