નવો ટ્રેન્ડ… ઘી -કોફી : કોફીમાં ઘી મિક્સ કરીને પીવાના અનેક આરોગ્ય ફાયદા

Latest News આરોગ્ય મનોરંજન

કેટલાક લોકો દિવસની શરૂઆત સવારે ઉઠતાની સાથે જ ચાના કપથી કરે છે તો કેટલાક લોકો સવારનાં પીણાં તરીકે કોફીનું સેવન કરે છે. આમ તો બજારમાં અનેક પ્રકારની કોફી ઉપલબ્ધ છે, પરંતુ આજકાલ ઘી કોફી ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહી છે.

કોફીમાં ઘી મિક્સ કરીને પીવું થોડું અજીબ લાગશે, પરંતુ તેનાથી શરીરને ઘણાં ફાયદા થાય છે. આનાથી શરીરને સંતોષ મળે જ છે, સાથે સાથે વજન ઘટાડવા, હૃદયની તંદુરસ્તી સારી રહે અને આખો દિવસ ઊર્જાવાન રહેવા માટે પણ તે મદદ કરે છે.

સૌથી પહેલાં એ જાણી લો કે ઘી કોફી શા માટે ખાસ છે અને તેનું સેવન કેટલી માત્રામાં કરવું જોઈએ.

 

ઘી-કોફી એટલે શું 

આ રેસીપી બ્લેક કોફીમાં ઘી મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. ઘી અને કોફીમાંથી બનેલા આ પીણામાં ઉપયોગમાં લેવાતા બંને ઘટકો ઘણા ગુણધર્મોથી ભરેલાં છે. તેનો ઉપયોગ મુખ્યત્વે વજન ઘટાડવામાં મદદ કરે છે.

હકીકતમાં, ઘીમાં હાજર તંદુરસ્ત ચરબીને કેફિન સાથે મિશ્રિત કરવાથી સારી ચરબી મળે છે, જે ચયાપચયને વેગ આપે છે. આ હેલ્ધી ડ્રિંક શરીરમાં હાજર ટોક્સિન્સને ડિટોક્સિફાઇ કરવામાં પણ મદદ કરે છે. જે લોકો ચાના શોખીન છે તેઓ સવારની ચાને આ હેલ્ધી ડ્રિંકથી બદલી શકે છે.

ઘી કોફી કેવી રીતે બનાવવી

પોષણથી ભરપૂર ઘી કોફી સરળતાથી તૈયાર કરી શકાય છે. ડાયટિશિયનનું કહેવું છે કે આજકાલ ઇન્ટરનેટ પર ટ્રેન્ડ થઇ રહેલી ઘી કોફી તૈયાર કરવા માટે નવશેકા પાણીમાં એક ચમચી કોફી ઉમેરો.

હવે તેમાં પીગળેલું ઘી ઉમેરો અને જ્યાં સુધી તે સંપૂર્ણપણે ફીણવાળું ન થઈ જાય ત્યાં સુધી મિક્સ કરો. એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર કોફી પણ શરીરને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે. જાણો કેવી રીતે કોફી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

 

ઘી કોફી તમારા માટે આ 7 રીતે ફાયદાકારક છે 


1. શરીરને ઉર્જાવાન રાખે છે :-

શરીરનાં થાકને દૂર કરવા માટે ઘીમાં કેફીન મિક્સ કરીને પીવાથી પણ શરીરમાં એનર્જીનું સ્તર વધે છે.  વાસ્તવમાં ઘી ઊર્જાનો એક ઉત્તમ સ્ત્રોત છે અને તેમાં કેફીન ઉમેરવાથી આખો દિવસ શરીર ઊર્જાવાન રહે છે.

જર્નલ ઓફ ધ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ સ્પોર્ટ્સ ન્યૂટ્રિશનના જણાવ્યાં અનુસાર ચરબી અને કેફીનનું મિશ્રણ પીવાથી શરીરમાં સતત એનર્જીનો સ્ત્રાવ થાય છે.  આ વારંવાર થાક અને નબળાઇથી બચાવે છે.

 

2 . સતર્કતા વધારે છે :-

ઘી કોફી શારીરિક રીતે સક્રિય રહેવા ઉપરાંત માનસિક રીતે વધુ સજાગ રહેવામાં પણ મદદરૂપ થાય છે. ઘી કોફીની મદદથી જ્ઞાનાત્મક કામગીરીમાં સુધારો થાય છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટોની માત્રા મગજનાં કોષોને વેગ આપીને માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે.

તેમાં હાજર ફેટી એસિડ્સ ન્યુરોપ્રોટેક્ટિવ અસરને ધીમું કરવાની પ્રક્રિયામાં અથવા ચેતાકોષોના નુકસાનને ઘટાડવાની પ્રક્રિયામાં મદદ કરે છે. કોફીમાં ઘી ઉમેરવાથી માત્ર સજાગતામાં જ સુધારો થતો નથી. બલ્કે એકાગ્રતા પણ વધે છે.

3. ભૂખને નિયંત્રિત કરે છે :-

ઘીમાં મિક્સ કરેલી કોફી પીવાથી તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો. નેશનલ લાયબ્રેરી ઓફ મેડિસીનમાં છપાયેલાં અહેવાલ મુજબ ઘી કોફી એટલે કે બુલેટપ્રુફ કોફી પીવાથી સંતોષની અનુભૂતિ થાય છે, જેનાથી તમને આગામી ત્રણ કલાક સુધી ભૂખ લાગતી નથી. આ કારણે શરીરમાં વધી રહેલી કેલરીની માત્રાથી બચી શકાય છે. વળી, મેટાબોલિઝમ પણ વધે છે.

4. પાચનશક્તિમાં સુધારો કરે છે 

ઘી કોફી પાચનતંત્રને મજબૂત બનાવે છે. વાસ્તવમાં ઘીમાં રહેલાં ફેટી એસિડ પાચન તંત્રને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે. આ જઠરાંત્રિય આરોગ્ય જાળવે છે અને બ્લોટિંગ, અપચો અને કબજિયાતને દૂર કરે છે. જર્નલ ઓફ આયુર્વેદ એન્ડ ઇન્ટીગ્રેટિવ મેડિસિનમાં પ્રકાશિત થયેલા રિસર્ચ મુજબ ખાલી પેટે ગરમ પાણી સાથે ઘી પીવાથી ઘણાં ફાયદા થાય છે.

 

5. રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે 

ઘી આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. વિટામિન એ અને વિટામિન ઇથી ભરપૂર ઘી કોફી શરીરને ચેપી રોગથી બચવામાં મદદ કરે છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ટ્રેન્ડ્સ ઇન ફૂડ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પ્રકાશિત અહેવાલ અનુસાર કોફીમાં કેફીન, કેફેસ્ટોલ, કહવોલ અને ક્લોરોજેનિક એસિડ જોવા મળે છે.

 

6. મેટાબોલિઝમ વધારે છે 

ઘીમાં મીડિયમ ચેઇન ટ્રાઇગ્લિસરાઇડ્સ હોય છે, જે શરીરમાં કેલરીના ભંડારને નિયંત્રિત કરીને મેટાબોલિઝમને સુધારવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં રહેલી વધારાની કેલરી સરળતાથી બર્ન કરી શકાય છે. ઉપરાંત, તે શરીરની ચરબીને ઊર્જા તરીકે ઉપયોગમાં લેવામાં મદદ કરે છે. આ સાથે સવારે એક કપ ઘી કોફી તમને ફિટ અને હેલ્ધી બનાવી શકે છે.

7. હૃદયનાં સ્વાસ્થ્ય માટે લાભદાયી 

કોફીમાં ઘી ઉમેરવાથી રક્તવાહિનીને ખુલ્લી રાખવામાં મદદ મળી શકે છે. ઘી શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. ધ ઓક્સનર જર્નલમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, કોફીનું સેવન કાર્ડિયોવેસ્ક્યુલર મૃત્યુદર, હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. આવામાં કોફી અને ઘી હૃદયનાં સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *