ઇન્ડિગો બ્રાઝિલની વિમાન નિર્માતા કંપની એમબ્રેઅર સાથે ૧૦૦ જેટ ખરીદવા માટે વાટાઘાટો કરી રહી છે. આ ચર્ચાઓ પ્રારંભિક તબક્કામાં છે અને સોદાની કોઈ ગેરંટી નથી. એરક્રાફ્ટના મોડેલને પણ આખરી ઓપ આપવામાં આવ્યો નથી અને ઓર્ડર કરાયેલી સંખ્યા બદલાઈ શકે છે. ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો ૧૦૦ જેટ ખરીદવા માટે વાટાઘાટો કરી રહી છે. ખરીદીની ચર્ચાઓ પ્રારંભિક તબક્કામાં છે , ખરીદીને આખરી ઓપ આપવામાં આવ્યો નથી અને ઓર્ડર કરાયેલી સંખ્યા બદલાઈ શકે છે. કોઈપણ ડિલિવરી વહેલામાં વહેલી તકે ૨૦૩૦થી શરૃ થવાની શક્યતા છે, એમ ચર્ચાઇ રહ્યું છે. ઇન્ડિગોના સીઇઓ વિલી વોલ્શ, જેમણે ઓગસ્ટમાં ચાર્જ સંભાળ્યો હતો, તેમણે જણાવ્યું છે કે ઇન્ડિગો તેના લો-કોસ્ટ શોર્ટ-હોલ બિઝનેસ સાથે સમાધાન કર્યા વિના લોંગ-હોલ ફ્લાઇંગનો વિસ્તાર કરશે, અને સપ્ટેમ્બર સુધીમાં ૪૪૨થી વધીને ૨૦૩૦ સુધીમાં તેના ફ્લીટને લગભગ ૬૦૦ એરક્રાફ્ટ સુધી વધારવાની યોજના ધરાવે છે.
સિમેન્ટ બિઝનેસમાં બે જાયન્ટ વચ્ચે સ્પર્ધા
સિમેન્ટ માર્કેટ બે અગ્રેસર જાયન્ટ કંપનીઓના પ્રભુત્વ હેઠળ છે. તેમાં એક છે અલ્ટ્રાટેક અને બીજી છે અંબુજા. આ બે-ઘોડાની રેસમાં માર્કેટ સીમિત થઈ રહ્યું છે બીજી હરોળના ઉત્પાદકોમાં શ્રી સિમેન્ટ, દાલમિયા ભારત, જે કે સિમેન્ટ્સ અને રામકો સિમેન્ટ્સ સામેલ છે. ભારતનો સિમેન્ટ ઉદ્યોગ આદિત્ય બિરલા જૂથનો હિસ્સો એવા અલ્ટ્રાટેક સિમેન્ટ અને અદાણી જૂથ દ્વારા નિયંત્રિત અંબુજા સિમેન્ટ્સના પ્રભુત્વ તરફ આગળ વધી રહ્યો છે. આ ક્ષેત્ર કુલ ૧૬ સ્વતંત્ર ઉત્પાદકો સાથે સ્પર્ધાત્મક લાગે છે, પરંતુ ટોચના બે અને બાકીના ઉત્પાદકો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. બીજી હરોળના ઉત્પાદકો, જેમાં શ્રી સિમેન્ટ, દાલમિયા ભારત, જે કે સિમેન્ટ્સ અને રામકો સિમેન્ટ્સ સામેલ છે, તેમણે આ સમયગાળા દરમિયાન આવકમાં વૃદ્ધિ કરી હતી. પરંતુ તે વૃદ્ધિએ માત્ર મોટા બે દ્વારા શોષી લેવામાં આવેલી સ્વતંત્ર કંપનીઓના ગાયબ થવાની ભરપાઈ જ કરી હતી. સ્વતંત્ર ઉત્પાદકોની સંખ્યા માર્ચ ૨૦૨૬માં ઘટીને ૧૬ થઈ ગઈ છે, જે પાંચ વર્ષ પહેલાં ૨૩ અને માર્ચ ૨૦૧૬ માં ૩૨ હતી.
ગ્રીન હાઇડ્રોજનની ક્ષમતા સામે સમસ્યાઓ
ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન વધારવા પાછળના આગ્રહ સામેની મુશ્કેલી સમજવાની જરૃર છે. તેના પ્રોજેક્ટ્સ ટેક ઓફ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે . પ્રોજક્ટ લોન્ચના લગભગ ચાર વર્ષ પછી, ભારતનું ગ્રીન હાઇડ્રોજન મિશન ઊંચા ખર્ચ, ધીમી કામગીરી અને અનિશ્ચિત માંગનો સામનો કરી રહ્યું છે. ગ્રીન હાઇડ્રોજન સાથે સંકળાયેલી મેજર કંપનીઓના રોકાણની પ્રતિબદ્ધતાઓ અને નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ સરકારી પ્રોત્સાહનો હોવા છતાં, ભારતના ગ્રીન હાઇડ્રોજનની મહત્વાકાંક્ષાઓ ઊંચા ઉત્પાદન ખર્ચ, અનિશ્ચિત માંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગેપનો સામનો કરી રહી છે. ભારતે તેના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન (NGHM)ની જાહેરાત કર્યાના લગભગ ચાર વર્ષ પછી, ૨૦૩૦ સુધીમાં વાર્ષિક ઓછામાં ઓછા ૫ મિલિયન ટન (mtpa) ક્ષમતાના લક્ષ્યાંક સાથે, જેને ‘સ્ટ્રેટેજિક ઇન્ટરવેન્શન્સ ફોર ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન’ (SIGHT) સ્કીમ હેઠળ આપવામાં આવેલી સબસિડી દ્વારા મદદ મળી છે, ઇકોસિસ્ટમ હજુ પણ માળખાકીય પડકારોને દૂર કરવા માટે સંઘર્ષ કરી રહી છે. એક બાબત એ છે કે, પ્રોજેક્ટ ક્ષમતા હજી મોટા પાયે ટેક ઓફ કરી શકી નથી. જ્યારે રિન્યૂએબલ એનર્જી (RE) ના ઉત્પાદનનો ખર્ચ રેકોર્ડ નીચલી સપાટીએ પહોંચી ગયો છે.
થાર,XUV SUVsની ડિઝાઇનર રામક્રિપા અનંતન
મહિન્દ્રાના આઇકોનિક થાર,XUV SUVs પાછળના ડિઝાઇનર રામક્રિપા અનંતનની પ્રશંસા થઇ રહી છે કેમકે તેણે ૧૯૯૭માં ઇન્ટિરિયર ડિઝાઇનરથી લઇને મહિન્દ્રાની SUV લાઇનઅપને નવો આકાર આપીને વાહ વાહ મેળવી લીધી છે. તમારી નજીકથી કોઈ ગર્જના કરતી પસાર થાય છે અથવા ઠેંફ૭૦૦ હાઇવે પર લોકોનું ધ્યાન ખેંચે ત્યારે તેની ડિઝાઇન પાછળ એક મહિલાની ક્રિયેટિવીટી નજરે પડે છે. રામક્રિપા અનંતન ૧૯૯૭ માં ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં જોડાયા હતા.૧૯૯૨માં, તેમણે મ્ૈં્જી પિલાનીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું. બાદમાં, તેમણે ૧૯૯૭ માં ૈંૈં્ બોમ્બેમાંથી ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું. મહિન્દ્રામાં જોડાતા પહેલા, તેમણે ટૂંકા સમય માટે થરમેક્સ (્રીસિચટ)માં કામ કર્યું હતું. ૨૦૨૧ માં, મ્ૈં્જી પિલાનીએ તેમને ડિસ્ટિંગ્વિશ ડ અલ્મનસ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. રામક્રિપા અનંતને થાર, ઠેંફ૫૦૦, ઠેંફ૩૦૦, ઠેંફ૭૦૦ અને મરાઝો સહિતના કેટલાક લોકપ્રિય મોડલ્સ સાથે સંકળાયેલી ટીમોનું નેતૃત્વ કર્યું છે. ૨૦૧૧માં લોન્ચ થયેલી ઠેંફ૫૦૦ એ કંપનીની ડિઝાઇન લેંગ્વેજમાં એક ફેરફાર ચિહ્તિ કર્યો. તેમનું કાર્ય ્ેંફ૩૦૦ અને ણેંફ૧૦૦ પોર્ટફોલિયો સુધી પણ વિસ્તર્યું. તેમણે ૨૦૨૦માં રજૂ કરવામાં આવેલી સેકન્ડ-જનરેશન થાર અને ૨૦૨૧માં લોન્ચ કરાયેલી ઠેંફ૭૦૦માં યોગદાન આપ્યું હતું. ૨૦૨૧માં, તેમણે બે દાયકા કરતાં વધુ સમય પછી મહિન્દ્રા છોડી દીધી અને તેમની પોતાની ડિઝાઇન કન્સલ્ટન્સી ણઇેંઠ સ્ટુડિયોની સ્થાપના કરી હતી.
બજારની વાત
