દુકાનમાં ૨.૬૦ લાખની ચોરી કરી જુગારમાં હાર્યો

વસ્ત્રાલમાં પારકા પૈસે તાગડધિના કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેંમાં ચાર મહિના પહેલા નોકરી રાખેલા કર્મચારીએ સોનીની દુકાનમાંથી રોકડા રૃા. ૨.૬૦ લાખની ચોરી કરી હતી માલિકે પૂછતાં પોતે ચોરી કરી હતી એટલું જ નહી રૃપિયા જુગારમાં હારી ગયો હોવાની કબૂલાત કરી હતી. જો કે રૃપિયા આપવાનો વાયદો કર્યા બાદ નોકરી છોડીને જતો રહ્યો હતો. આ બનાવ અંગે રામોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રામોલ વિસ્તારમાં રહેતા અને વસ્ત્રાલમાં સોના-ચાંદીનાની દુકાન ધરાવતા યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં પોરબંદર ખાતે રહેતા કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક ડિસેમ્બર ૨૦૨૫માં નોકરી રાખ્યો હતો જ્યારે પણ ફરિયાદી હાજર ન હોય ત્યારે દુકાનની તમામ જવાબદારી તે નિભાવતો હતો.

તા. ૨૮-૧૨-૨૦૨૫ના રોજ ફરિયાદી બહાર ગામ ગયા હતા અને પરત આવીને તિજોરીમાં જોતા રોકડા રૃા. ૨.૬૦ લાખની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. જેથી ફરિયાદીએ પૂછતાં પોતે ચોરી કરી હતી અને રૃપિયા જુગારમાં હારી ગયો હોવાની કબૂલાત કરી હતી. જો કે રૃપિયા આપવાનો વાયદો કર્યા બાદ નોકરી છોડીને જતો રહ્યો હતો. આ ઘટના અંગે રામોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...