ઇમરજન્સી સેવાઓ મોડી મળતી હોવાનો વધુ એક કિસ્સો,બાજવાના મકાનમાં આગ લાગતાં ફાયર બ્રિગેડ મોડી પહોંચી

ઇમરજન્સી સેવાઓ મોડી મળતી હોવાનો વધુ એક કિસ્સો,બાજવાના મકાનમાં આગ લાગતાં ફાયર બ્રિગેડ મોડી પહોંચી

વડોદરામાં ઇમરજન્સી સેવાઓ મળવામાં વિલંબ થતો હોવાના કિસ્સા બનતા હોવાના ઘણા કિસ્સા બહાર આવતા હોય છે.બાજવા ગામે આજે સવારે એક મકાનમાં આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડ મોડી આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.બાજવાની યોગેશ્વર સોસાયટીમાં રહેતું પરિવાર સવારે દવાખાને ગયું હતું ત્યારે મકાનમાં શોર્ટસર્કિટ થવાને કારણે આગ લાગી હતી.આગને કારણે ઘરવખરી ખાક થઇ ગઇ હતી.લોકો આગ બૂઝાવવા માટે ઝઝૂમ્યા હતા પરંતુ ફાયર બ્રિગેડ મોડી આવતાં નુકસાન વધુ થયું હતું.ફાયર બ્રિગેડે બે સિલિન્ડર બહાર કાઢતાં મોટું નુકસાન થતું અટક્યું હતું.

નોંધનીય છે કે,બે દિવસ પહેલાં ગોરવા વિસ્તારની કેનાલમાંથી માતા અને તેને બાંધેલી હાલતમાં પુત્રી કેનાલમાંથી મળી આવતાં યુવકોએ જાનની બાજી લગાવી બંનેને જીવતા બહાર કાઢ્યા હતા,પરંતુ એમ્બ્યુલન્સ મોડી આવતાં બંનેએ જીવ ગૂમાવ્યો હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...