વરસાદની આગાહી, બે દિવસમાં એકસાથે ત્રણ ઋતુઓ અનુભવાશે

વરસાદની આગાહી, બે દિવસમાં એકસાથે ત્રણ ઋતુઓ અનુભવાશે

ગુજરાતમાં હાલ દિવસ દરમિયાન આકરો તાપ વરસી રહ્યો છે, મોડી રાત્રે ગુલાબી ઠંડી અનુભવાય છે ત્યાં હવે આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આમ, આગામી બે દિવસ દરમિયાન ત્રેવડી સિઝન જામી શકે છે. બે દિવસ જ્યાં વરસાદની આગાહી છે તે તેમાં મુખ્યત્વે નવસારી-વલસાડ-દમણ-દાદરા નગરહવેલી-અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે.

ગત રાત્રિના નલિયામાં 18.6 ડિગ્રી સાથે સૌથી નીચું જ્યારે રાજકોટમાં 39.3 ડિગ્રી સાથે સૌથી વધારે તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 36.1 ડિગ્રીએ મહત્તમ તાપમાન, 22.4 ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો હતો. 31 ઓક્ટોબર બાદ અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો તબક્કાવાર ઘટવા લાગે તેવી સંભાવના છે. અન્યત્ર ભુજમાં 38, સુરતમાં 37.5, સુરેન્દ્રનગરમાં 37.3, ગાંધીનગરમાં 36.5, વડોદરામાં 36.2, ભાવનગરમાં 35.8 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અનેક વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર પણ છવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...