આવાસો અપાવવાના બહાને ઠગાઈમાં આરોપીની ધરપકડ

આવાસો અપાવવાના બહાને ઠગાઈમાં આરોપીની ધરપકડ

પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન અને દુકાનો અપાવવાના બહાને લોકો સાથે લાખો રૃપિયાની છેતરપિંડી આચરવાના કિસ્સામાં કપુરાઈ પોલીસે ગુનાની વધુ તપાસ માટે આજે આરોપી જીલ બારોટને અદાલતમાં રજૂ કરી બે તેના દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આરોપી જીલ અશોક બારોટ (રહે. ચંદ્રનગર, સી.એચ. વિદ્યાલય સામે, સમતાત હાલ રહે. અલ્ટસ, શ્રીજી સમૃદ્ધિ સોસાયટી, સેવાસી રોડ)એ ફરિયાદી સુરેશ ગુપ્તા પાસેથી રૃા.૧૭.૭૫ લાખ પોતાના બેંક ખાતામાં મેળવ્યા હતા. ત્યારબાદ આ નાણાંમાંથી કાર અને મોબાઈલ ફોન ખરીદ્યા હોવાનું તપાસમાં સામે આવતા પોલીસે કાર અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.

ગોરવા પોલીસ મથકે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફ્લેટ અને દુકાનો અપાવવાના બહાને રૃા.૬૩ લાખની છેતરપિંડી ગુનામાં પણ આરોપીની સંડોવણી બહાર આવી છે. આ ઉપરાંત બાપોદ પોલીસ મથકની હદમાં દુકાન અપાવવાના બહાને જીલ બારોટે કરેલી રૃા.૧૨.૨૫ લાખની ઠગાઈનો ભોગ બનેલી વ્યક્તિ પણ કપુરાઈ પોલીસ મથકે પહોંચી હતી.

આરોપીએ સરકારી સિક્કા અને સ્ટેમ્પ ક્યાં તૈયાર કરાવ્યા હતા,  ઠગાઈથી મેળવેલાં નાણાંની ક્યાં અને કેવી રીતે લેવડદેવડ થઈ છે. અન્ય કેટલા લોકો આરોપીની છેતરપિંડીનો ભોગ બન્યા છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...