નવરાત્રિમાં મૂકબધિર પરિણીતાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ

નવરાત્રિમાં મૂકબધિર પરિણીતાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ

એક બાજુ નવરાત્રિના આધ્યાત્મિક દિવસો ચાલી રહ્યા છે. ત્યારે બીજી તરફ ગોંડલ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક મૂક બધીર પરિણીતાની એકલતાનો લાભ લઈ એક શખસે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

મળતી માહિતી અનુસાર, ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક મૂક બધીર પરિણીતા ઘરે એકલી હતી અને ઘરના અન્ય સભ્યો કામ સબબ બહાર ગયા હતા. આ દરમિયાન પરિણીતાની એકલતાનો લાભ લઈ ગીરીશ ભીખુ જેઠવા નામનો શખસ ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે બળજબરીપૂર્વક પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલાનો જેઠ ઘરે આવી જતાં આરોપી નાસી ગયો હતો.

બનાવ અંગે પીડિતાએ તેના પતિને સાંકેતિક ભાષામાં સમગ્ર બનાવની જાણ કરતાં આખરે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગીરીશ સામે ફરિયાદ નોંધાવાઈ હતી. બનાવ અંગે પીએસઆઈ યુ.આર. ડામોરે આરોપીની અટકાયત કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...