સૂર્યકુમાર યાદવ, દુબઈમાં ખરીદ્યુ આલીશાન ઘર

સૂર્યકુમાર યાદવ, દુબઈમાં ખરીદ્યુ આલીશાન ઘર

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ મેદાન પર પોતાના ખતરનાક રમત માટે જાણીતો છે. પોતાની વિસ્ફોટક બેટિંગ અને શાનદાર ફિલ્ડિંગથી વિરોધી બોલરોને ઘૂંટણિયે પાડી દેનાર ‘સૂર્યા’ આ વખતે કોઈ મેચના કારણે નહીં, પરંતુ એક ખૂબ જ ખાસ કારણથી ચર્ચામાં છે.

વાસ્તવમાં સૂર્યકુમાર યાદવે પ્રોપર્ટીમાં એક મોટું રોકાણ કર્યું છે. તેણે દુબઈમાં એક આલીશાન ઘર ખરીદી લીધું છે. સૌથી ખાસ વાત એ છે કે તે હવે બોલિવૂડના કિંગ શાહરુખ ખાનના પાડોશી બની ગયો છે.સૂર્યકુમાર યાદવે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કરીને આ ગુડન્યૂઝ આપી છે. સૂર્યકુમાર વીડિયોમાં પ્રોપર્ટીના પેપર્સ પર સહી કરતો નજરે પડી રહ્યો છે. આ દરમિયાન તેની પત્ની દેવિશા શેટ્ટી પણ હાજર રહી હતી. પ્રોપર્ટી પેપર્સ પર સહી કરતી વખતે બંને એકબીજા સાથે હસી-મજાક કરતો નજરે પડ્યો.

ક્રિકેટરે આ પ્રોપર્ટી દુબઈમાં ‘Danube Properties’ પાસેથી ખરીદી છે. તેમણે દુબઈમાં ઘર ખરીદવાનું કારણ પણ જણાવ્યું. સૂર્યકુમારે કહ્યું કે, અમે અહીં IPL રમ્યા હતા. હું 2014માં અહીં પહેલીવાર આવ્યો હતો. ત્યારબાદ અમે 2020માં પણ અહીં આવ્યા હતા. હવે આખું ઈન્ડિયા જ દુબઈ આવી રહ્યું છે. અહીં લક્ઝરી જિંદગી જીવવાની રીત પણ બિલકુલ અલગ છે. સુરક્ષા ઈન્ડિયામાં પણ છે, પરંતુ સુરક્ષાના મામલે દુબઈ પણ ખૂબ જ સારી જગ્યા છે. અહીં આવીને ખૂબ જ સુકૂન અને ખુશી મળે છે.

સૂર્યકુમાર યાદવે પોતાના વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું કે, ‘મને આ શેર કરતા ખૂબ જ ખુશી થઈ રહી છે કે મેં #SharukhzResidencesbyDanubeમાં ઈન્વેસ્ટ કર્યું છે. દુબઈ મેરીટાઈમ સિટીના દિલમાં વસેલું આ એક પ્રીમિયમ, વોટરફ્રન્ટ (સમુદ્ર કિનારે સ્થિત) રેસિડેન્સ છે. અહીંની 40 થી વધુ પ્રીમિયમ સુખ-સુવિધાઓ તો શાનદાર છે જ, પરંતુ જે વસ્તુએ મારું દિલ જીત્યું, તે છે અહીંનું ‘લોન્ગિવિટી લાઉન્જ’. કોઈ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં આવું પહેલીવાર સાંભળવા મળ્યું છે.’

તમને જણાવી દઈએ કે Danube Group દુબઈમાં ‘શાહરુખ્સ રેસિડેન્સ’ નામથી એક પ્રીમિયમ પ્રોજેક્ટ બનાવી રહ્યું છે. જાણકારી મુજબ ક્રિકેટર સૂર્યકુમાર યાદવે તે જ બિલ્ડિંગમાં ઘર ખરીદ્યું છે. જેના પછી તેઓ શાહરુખ ખાનના પાડોશી બની ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...