ટેક ઓફ કરવા જતાં જ વિમાનનું ટાયર ફાટ્યું, પ્લેનમાં સર્જાઈ ભૂકંપ જેવી સ્થિતિ

ટેક ઓફ કરવા જતાં જ વિમાનનું ટાયર ફાટ્યું, પ્લેનમાં સર્જાઈ ભૂકંપ જેવી સ્થિતિ

ઈરાનમાં એક મોટી વિમાન દુર્ઘટના ટળી છે. પરંતુ જે મંજર સામે આવ્યો તેણે તેના વીડિયો જોનારા દરેક વ્યક્તિના રૂવાડાં ઊભા કરી દીધા છે. વાસ્તવમાં ઈરાનમાં ટેક ઓફ કર્યાની થોડી જ વારમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. વિમાનના લેન્ડિંગ ગિયરનું એક ટાયર ફાટીને બહાર નીકળી ગયું હતું. વિમાન જ્યારે પરત એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારે કેબિનની છતનો એક ભાગ નીચે આવી પડ્યો હતો. સામે આવેલા વીડિયોમાં છતનો હિસ્સો મુસાફરો પર પડતો જોવા મળી રહ્યો છે. જોકે, રાહતની વાત એ રહી કે, આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી અને તમામ લોકોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢી લેવાયા છે.

આ ઘટના મંગળવારે બની હતી. સેપહરાન એરલાઈન્સનું બોઈંગ 737 વિમાન ઈરાનના મશહદથી કરમાનશાહ જઇ રહ્યું હતું. ટેક ઓફ કરવા જતાં જ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જે બાદ પાઈલટોએ ઈમરજન્સી જાહેર કરી હતી અને વિમાનને પરત મશહદ લઈ આવ્યા હતા.

બ્રાઝિલના એક ન્યૂઝ આઉટલેટે જણાવ્યું કે, પ્રારંભિક માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે ટેકઓફ દરમિયાન વિમાનનું એક ટાયર ફાટી ગયું હોઈ શકે છે. જોકે, આ અંગેની સત્તાવાર પુષ્ટિ થઈ ન હતી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે સમયે વિમાનમાં ટેકનિકલ ખામી આખરે કયા કારણે સર્જાઈ હતી તે સ્પષ્ટ નથી થઈ શક્યું. સેપેહરાન એરલાઈન્સના પ્રવક્તા હસન જાફરીએ ઈરાનની એક સરકારી ન્યૂઝ એજન્સીના હવાલાથી જણાવ્યું કે તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ મુસાફરોને કરમાનશાહ જતી બીજી ફ્લાઈટમાં રવાના કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...