વાહનો છોડાવવા હવે 3000 રૂપિયા સુધી ચાર્જ, 23 વર્ષ બાદ વધારાનો નિર્ણય

વાહનો છોડાવવા હવે 3000 રૂપિયા સુધી ચાર્જ, 23 વર્ષ બાદ વધારાનો નિર્ણય

અમદાવાદના રસ્તા પર ડગલે ને પગલે લારી, પાથરણાં, વાહનોના દબાણ જોવા મળે છે. જેને હટાવવા મ્યુનિ. દ્વારા આવો નડતરરૂપ સામાન જપ્ત કરી દેવાય છે. તેવામાં હવે આ સામાન છોડાવવા માટે રૂ. બેથી પાંચ હજાર સુધીનો ચાર્જ ચૂકવવો પડશે. મ્યુનિ.ની ટાઉન પ્લાનિંગ કમિટીમાં આજે ૨૩ વર્ષ જૂના દરમાં ચારથી પાંચ ગણો વધારો કરાયો છે. બીજી બાજુ રહેણાંક વિસ્તારમાં ધમધમતા ૨૦ જેટલા આરએમસી પ્લાન્ટ એક મહિનામાં બંધ કરવા અલ્ટીમેટમ અપાયું છે.

દબાણ હટાવ કામગીરી હેઠળ મ્યુનિ. દ્વારા શહેરના માર્ગો પરથી લારી, પાથરણાં, પેડલ રિક્ષા, ટેબલ, ખુરશી જેવા નડતરરૂપ સામાન જપ્ત કરી તેને છોડાવવા લોકો પાસેથી વહીવટી ચાર્જ વસૂલાય છે. ત્યારે મ્યુનિ.ની આજે મળેલી ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં આ ચાર્જ વધારી નવા દર મંજૂર કરાયા છે. જે મુજબ હવે હાથવાળી લારી, બંધલારી, બળદગાડી, ઊંટગાડી, શેરડીનો સંચો સહિતનો સામાન છોડાવવા માટે રૂ. ૩૦૦૦ સુધીનો વહીવટી ચાર્જ ચૂકવવો પડશે. આ ઉપરાંત જેટલા દિવસ આ સામાન ગોડાઉનમાં પડ્યો રહેશે તેના માટે અલગથી રૂ. ૧૫૦૦ સુધીની રકમ વસૂલાશે. બીજી બાજુ લાંબા સમયથી અટવાયેલી આરએમસી એટલે કે રેડી મિક્સ કોન્ક્રીટ પ્લાન્ટની પોલિસી આખરે મંજૂરી કરાઈ છે. હવે આરએમસી પ્લાન્ટ ચાલુ કરતા પહેલાં જીપીસીબી પાસેથી એનઓસી, સ્ટ્રક્ચર સર્ટિફિકેટ વગેરે જેવી મંજૂરીઓ લેવી ફરજિયાત છે. શહેરમાં ચાલતા ૫૦થી ૬૦માંથી આશરે વીસેક પ્લાન્ટ હાલ રહેણાંક વિસ્તારમાં ધમધમી રહ્યા છે. ત્યારે આવા પ્લાન્ટ એક મહિનામાં બંધ કરી અન્યત્ર ખસેડવા તાકીદ કરાઈ છે.

આ બેઠકમાં વહીવટી દંડ ઉપરાંત લાંબા સમયથી અટવાયેલી રેડી મિક્સ કોન્ક્રીટ (RMC) પ્લાન્ટની નવી પોલિસીને પણ આખરે મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં ચાલતા 50 થી 60 પ્લાન્ટમાંથી આશરે 20 જેટલા RMC પ્લાન્ટ રહેણાંક વિસ્તારોમાં ધમધમી રહ્યા છે. પ્રદૂષણ અને સ્થાનિકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આવા તમામ 20 પ્લાન્ટને એક મહિનાની અંદર બંધ કરીને અન્યત્ર ખસેડવા તાકીદ કરાઈ છે. હવેથી નવા RMC પ્લાન્ટ શરૂ કરતા પહેલા GPCBની NOC અને સ્ટ્રક્ચરલ સર્ટિફિકેટ લેવું ફરજિયાત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...