રજિસ્ટ્રેશન વિભાગના કર્મચારીઓ દેખાવો શરૂ કરશે, પડતર પ્રશ્નો ન ઉકેલાતા લડતના મંડાણ

રજિસ્ટ્રેશન વિભાગના કર્મચારીઓ દેખાવો શરૂ કરશે, પડતર પ્રશ્નો ન ઉકેલાતા લડતના મંડાણ

વકીલો, મહેસૂલ વિભાગના કર્મચારીઓ બાદ હવે રાજ્યના નોંધણી (રજિસ્ટ્રેશન) વિભાગના કર્મચારીઓ સરકાર સામે મેદાને પડ્યાં છે. લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજથી (12મી ઓક્ટોબર) કર્મચારીઓએ દેખાવો કરવાની જાહેરાત કરી છે. એક પછી એક આંદોલન શરૂ થતાં સરકારની ચિંતા વધી છે.

સોમવારે (12મી ઓક્ટોબર) જિલ્લા મથકોએ નોંધણી સર નિરીક્ષકને આવેદનપત્ર આપી વિરોધની શરૂઆત કરાશે. આગામી 15મી ઓક્ટોબરે તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે. વિરોધના ત્રીજા તબક્કામાં 22મી ઓક્ટોબરે રાજ્યભરના કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરી જશે. જો બીજી નવેમ્બર સુધીમાં સરકાર વાટાઘાટો દ્વારા સુખદ અંત નહીં લાવે, તો કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...