જિલ્લામાં ફરી વરસાદી માહોલ : જન્માષ્ટમીએ દસાડામાં બે ઈંચ વરસાદ

Latest News આરોગ્ય કાયદો ગુજરાત

હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે છેલ્લા ત્રણ દિવસથી

સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટા બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસથી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો સહિત જીલ્લાના તમામ તાલુકાઓમાં ફરી વરસાદનું આગમન થયું છે.

સમગ્ર રાજ્ય સાથે ફરી સુરેન્દ્રનગર જીલ્લામાં મેઘરાજાએ વિરામ બાદ રી-એન્ટ્રી કરી છે જેમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જીલ્લાના મુળી, લખતર, ધ્રાંગધ્રા, પાટડી સહિતના તમામ તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી ઝરમરથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો છે. ગત શનિવારે સુરેન્દ્રનગર જીલ્લામાં દસાડા તાલુકામાં ૫૫ મીમી, લીંબડી તાલુકામાં ૫૧ મીમી, ચુડા તાલુકામાં ૪૨ મીમી, સાયલા તાલુકામાં ૩૩ મીમી અને મુળી તાલુકામાં ૨૫ મીમી વરસાદ નોંધાયો હતો.  જ્યારે બીજે દિવસે પણ રવિવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર યથાવત જોવા મળી હતી જેમાં મુળી તાલુકામાં ૨૮ મીમી, લીંબડી અને દસાડા તાલુકામાં ૧૨ મીમી, થાન તાલુકામાં ૦૫ મીમી, સાયલા અને ધ્રાંગધ્રા તાલુકામાં ૦૪ મીમી અને ચોટીલા તાલુકામાં ૦૩ મીમી વરસાદ નોંધાયો છે. જીલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી જ્યારે બીજી બાજુ ખેડુતોમાં પણ સારા વરસાદને લઈ આનંદનલ લાગણી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *