રક્ષાબંધન તહેવારનો લાભ લઈને અને ઘરમાં કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવીને, એક ચોરે વસઈના ભાનુશાલી પરિવારના એક ઘરમાંથી ધોળા દિવસે દોઢ કરોડના સોનાના દાગીનાની ચોરી થઈ હતી.
પોલિસે સીસીટીવીને આધારે તપાસ કરતા તે ચોર બીજુ કોઇ નહિ પણ તે ભાનુશાલી પરિવારની સબંધી સાળીએ પુરુષના વેશમા ઘરમા ગુસી ચોરી કરી હતી.પોલિસ તે મહિલા આરોપીની નવસારીથી ધરપકડ કરીને વસઈ લઈ આવ્યા છે.
પ્ત માહિતી અનુસાર, વસઈ પશ્ચિમના શાસ્ત્રીનગરમાં કિશોર કુંજ બિલ્ડિંગમાં રહેતા ભાનુશાળીના ઘરમાં બધા રક્ષાબંધન માટે બહાર ગયા હતા. ૬૬ વર્ષીય ઓધવ ભાનુશાળી ઘરમાં એકલા હતા. સોમવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ, એક ચોરે ઘરના લોકો સાથે કચ્છી ભાષામાં વાત કરી અને તેમનો વિશ્વાસ મેળવ્યો. ત્યારબાદ, આરોપી ઘરમાં ઘૂસી ગયો અને વોશરૂમ વાપરવાના બહાને ઘરમાલિકને બળજબરીથી વોશરૂમમાં બંધ કરી દીધો, એવું બહાનું બનાવીને કે તે વોશરૂમ લિંકેજ રિપેર કરી રહ્યો છે. ત્યારબાદ, આરોપી ઘરમાંથી આશરે દોઢ કરોડ રૂપિયાની રોકડ, દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરીને ભાગી ગયો.
ઘટનાની જાણ થતા માણેકપુર પોલિસે ગુનો નોંધી તપાસ ચાલુ કરી હતી. આરોપી કચ્છી બાષામા બોલતો હોવાથી પોલિસને ફરિયાદીના કોઇ ઓળખિતા કે સબંધી હોવાની શંકા હતી.પોલિસે સીસીટીવી તપાસતા મહિલાના વેશમા દુપટ્ટો ઓઢીને કોઇ જતા જોવા મળ્યુ હતુ.પોલિસે ફરિયાદીને બતાવતા તે દુપટ્ટો તેમના ઘરનો હોવાનુ અને તે મહિલા તેની સાળી હોવાની શંકા દર્શાવી હતી.પોલિઇસે નવસારી જઈને ફરિયાદીની સાળી જ્યોતિ ભાનુશાલી (૨૭) ની કડક પૂચપરછ કરતા તેણે ચોરી કર્યાનું જણાવ્યુ હતુ.તેને શેરબજારમા નુકશાન જતા તેણે સોશ્યલ મિડિયામા રિલ્સ જોઇને આ ચોરી કર્યાની માહિતી આપી હતી.માણેકપુર પોલિસે આરોપી મહિલા પાસેથી તે ચોરેલ દાગીના અને રકમ જપ્ત કરી તેની ધરપકડ કરી છે.
