CSK નો બોલિંગ કોચ જહીર ખાનની ભલામણ પર મળી જવાબદારી

CSK નો બોલિંગ કોચ જહીર ખાનની ભલામણ પર મળી જવાબદારી

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ IPL 2027 પહેલા પોતાના કોચિંગ સ્ટોફમાં મોટો ફેરફાર કર્યો છે. પૂર્વ ફાસ્ટ બોલર મોહિત શર્માને ટીમનો નવો બોલિંગ કોચ બનાવવાનું નક્કી છે. તેમની નિમણૂકની ભલામણ નવા હેડ કોચ ઝહીર ખાને કરી છે. CSKના CEO કાશી વિશ્વનાથને પણ આ નિર્ણયની પુષ્ટિ કરી છે.

મોહિત શર્મા આ ભૂમિકામાં એરિક સિમન્સનું સ્થાન લેશે. ઝહીર ખાનને તાજેતરમાં જ સ્ટીફન ફ્લેમિંગની જગ્યાએ CSKના નવા હેડ કોચ બનાવવામાં આવ્યા છે. હવે ઝહીર પોતાની પસંદગીનો સપોર્ટ સ્ટાફ તૈયાર કરી રહ્યો છે અને મોહિત તેના કોચિંગ સેટઅપમાં સામેલ થનારું પહેલું પ્રમુખ નામ છે.

 મોહિત શર્માનો ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જૂનો સંબંધ રહ્યો છે. તેણે ટીમ માટે બે અલગ-અલગ કાર્યકાળમાં કુલ ચાર IPL સીઝન રમી અને 48 મેચોમાં 58 વિકેટ ઝડપી છે. IPLમાં તેનો શાનદાર દેખાવ 2014માં જોવા મળ્યો હતો, જ્યારે તેમણે CSK તરફથી 16 મેચોમાં 23 વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી.

મોહિતે પોતાની IPL કરિયરમાં કુલ 120 મેચ રમી અને 134 વિકેટ હાંસલ કરી છે. ગુજરાત ટાઈટન્સ સાથે પણ તેનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યુ હતું. 2023માં તેણે GT માટે 14 મેચોમાં 27 વિકેટ ઝડપી હતી.

મોહિત શર્માએ ભારત માટે 26 વનડે અને 8 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તે 2015 વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો પણ હતો. તેણે ડિસેમ્બર 2025માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ મોહિત શર્મા કોચિંગ દ્વારા નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. CSKમાં તેની ભૂમિકા યુવા અને અનુભવી બોલરો સાથે કામ કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...