આજનું યુવાધન જે વિદેશના રંગે રંગાઈ પરદેશ જવાની ઘેલછા રાખે છે ત્યારે ભરત મહેતા પ્રોડક્શન હાઉસ દ્વારા ભારતની સંસ્કૃતિ ને અવગત કરાવી વિદેશમાં વસતા યુવાધનને ફરી સન્માર્ગે વળવાનું કામ પ્રોડ્યૂસર વિપુલભાઈ સંઘવી અને રમેશભાઈ શાહે NRI DULHN ફિલ્મ બનાવી કરી રહ્યા છે આ ફિલ્મના ડાયરેક્ટર રફીક પઠાણ છે. તો ફિલ્મની વાર્તા દિલીપ રાવલ ભરત મહેતા કિશોર સચદેવ ત્રણ જણાએ સાથે લખી છે.
આંચલ શાહ આ ફિલ્મની હિરોઈન છે જે વિદેશમાં રહે છે અને પશ્ચિમની રહેણીકરણી અપનાવી છે જો કે તેના પિતાની વસીયત મુજબ તેણીએ ૯૦ દિવસ ભારત આવી અહીંના યુવક સાથે લગ્ન કરે તો જ સંપત્તિ મળે. આ માટે ધર્મેશ વ્યાસ જે પ્રેમાળ કાકા હોય છે તેની સમજાવટથી ભારત આવે છે અહીં ત્રણ યુવક તેને ભટકાય છે. જેમાંથી બે ફક્ત નાણાં અને વિદેશ જવા તેની સાથે પરણવા ઇચ્છુક છે ત્રીજા યુવક માટે અને સસ્પેન્સ જાણવા તમારે ગુજરાતી ફિલ્મ NRI DULHAN જોવી પડશે.
આકાશ પંડ્યા વિશાલ સોલંકી મિત જોષી ત્રણ હીરો છે. ભારતમાં રહેવા આવ્યા બાદ આંચલ ભારતીય સંસ્કૃતિના રંગે રંગાઈ જાય છે. ખાસ કરીને આજનું આપણું યુવાધન વિદેશમાં સ્થાયી થવા આડે માર્ગે જાય છે ત્યારે ભારતમાંજ ખરો જીવનનો આનંદ છે અને અહીં જેવો સાથ ક્યાય નથી તે સંદેશ NRI DULHAN આપે છે.
ફિલ્મના પ્રોડ્યૂસર વિપુલ સંઘવીઍ જણાવ્યું હતું કે અત્યાર સુધી અમે ફિલ્મ ફાઇનાન્સ કરતાં હતા હવે ફિલ્મમાં ઝુકાવ્યું છે સામાજિક સંદેશ અને ગુજરાતીઓ તેમ જ નવા કલાકરોને પ્રોત્સાહન આપવા જરૂર પડ્યે ૫૦૦ કરોડ રૂપિયાનું પ્રોડક્શન હાઉસ બનાવીશું. તો ભરત મહેતા પણ વિવિધ વિષયો પર ફિલ્મ બનાવવા તૈયાર છે
ધર્મેશ મેહતાએ મૃતપાય થયેલ ગુજરાતી ફિલ્મઉદ્યોગને ફ્રી એક વખત પ્રાણ ફૂંકાયો હોવાનું તેમ જ કોર્પોરેટ સફળ ફિલ્મ બનાવતી હોવાનું જણાવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાંજ વિવિધ વિષયો અને સમૃદ્ધ વારસો હોવાનું જણાવ્યું હતું. ફિલ્મની અભિનેત્રી આંચલ શાહ ડેન્ટિસ્ટ છે આ ફિલ્મમાં તેની ભૂમિકા વિદેશમાં રહેતી યુવતીની છે. અત્યાર સુધી ૮ ફિલ્મો કરી ચુકી છે. પરંતુ અભિનય અને ડેન્ટિસ્ટની બન્ને ભૂમિકા ભજવવા તૈયાર છે.
ફિલ્મોનું શૂટિંગ મુંબઇ ગુજરાતના વિવિધ લોકેશન તેમ જ સ્ટુડિયો અને વિદેશમાં કરવામાં આવશે તેમ વિપુલભાઈએ જણાવ્યું હતું.

