લગ્નના માત્ર 5 મહિનામાં છૂટાછેડાની જાહેરાત, ઈશા રીખીએ શેર કરી ભાવુક પોસ્ટ

લગ્નના માત્ર 5 મહિનામાં છૂટાછેડાની જાહેરાત, ઈશા રીખીએ શેર કરી ભાવુક પોસ્ટ

પ્રસિદ્ધ રેપર બાદશાહ અને પંજાબી એક્ટ્રેસ ઈશા રીખીના લગ્નજીવનને લઈને છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલી અટકળો પર હવે વિરામ મુકાઈ ગયો છે. લગ્નના માત્ર પાંચ મહિના બાદ જ આ કપલે અલગ થવાનો નિર્ણય લીધો છે. સોમવારે રાત્રે બંનેએ પોતપોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એકસરખુ સ્ટેટમેન્ટ પોસ્ટ શેર કરીને પોતાના છૂટાછેડાની જાહેરાત કરી હતી.

બાદશાહે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરીને ઈશા રીખીથી અલગ થવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ નિર્ણય બંનેએ પરસ્પર સંમતિથી લીધો છે. તેમણે ચાહકો અને મીડિયાને આ મુશ્કેલ સમયમાં તેમની પ્રાઈવેસીનું સન્માન કરવાની વિનંતી કરી છે. બાદશાહે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘મેં અને ઈશા રીખીએ પરસ્પર સંમતિથી અલગ થવાનો અને પોતપોતાના રસ્તે આગળ વધવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પરસ્પર આદર સાથે લેવામાં આવ્યો છે. આ મુદ્દે અમારું આ એકમાત્ર નિવેદન રહેશે, તેથી આગળ કોઈ અટકળો ન લગાવવા વિનંતી છે.’

આ કપલના સંબંધોમાં ખટાસ આવી હોવાની અફવાઓ જુલાઈ મહિનાથી જ સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ હતી. તે સમયે ઈશાએ બાદશાહ સાથેના ખાસ પળોનો એક વીડિયો મોન્ટાજ શેર કરીને એક ક્રિપ્ટિક કેપ્શન લખ્યું હતું. તેણે લખ્યું હતું કે, ‘દરેક તોફાન એક પાઠ છે અને દરેક પ્રાર્થના એક આશા છે.’ આ સાથે તેણે બ્રોકન હાર્ટ અને નમસ્તેના ઈમોજી પણ મુક્યા હતા, જે બાદ જ ફેન્સ વચ્ચે તેમના સંબંધોમાં તિરાડ પડી હોવાની ચર્ચા જાગી હતી.

 બાદશાહ અને ઈશા રીખીએ ખૂબ જ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. માર્ચ મહિનામાં તેમના લગ્નની ખબરો સામે આવી હતી, જ્યારે ઈશાની માતાએ તેમના લગ્નની તસવીરો શેર કરી હતી. આ બંને લગ્ન પહેલા લગભગ ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને ઈશાએ જૂન મહિનામાં ઈન્સ્ટાગ્રામ પર આ વાત કન્ફર્મ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઈશા સાથે બાદશાહના આ બીજા લગ્ન હતા. આ પહેલાં તેણે જાસ્મિન મસીહ સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેને જેસીમી ગ્રેસ મસીહ સિંહ નામની એક પુત્રી છે. વર્ષ 2020માં તેના પહેલા છૂટાછેડા ફાઈનલ થયા હતા.

બીજી તરફ, આ અહેવાલો એવા સમયે પણ સામે આવ્યા છે જ્યારે ઈશા રીખી સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ’ની આગામી સિઝનમાં જોવા મળી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...