ડુંગળી
ડુંગળીનું રાયતું લોકો ખૂબ જ શોખથી ખાય છે, પણ તે સ્વાસ્થ્ય માટે સારું નથી. દહીં ઠંડુ હોય છે અને ડુંગળી ગરમ. બંનેને મિક્સ કરવાથી પાચનતંત્ર ખરાબ થઇ શકે છે અને પેટ ફૂલી શકે છે.
રીંગણ
રીંગણ થોડું એસિડિક હોઈ શકે છે અને શરીરમાં ગરમી ઉત્પન્ન કરી શકે છે, જ્યારે દહીંં ઠંડુ હોય છે. આ બંનેને એકસાથે ખાવાથી પેટમાં દુખાવો અથવા પાચનતંત્ર પર ખરાબ અસર પહોંચાડી શકે છે. જેના કારણે પેટ ફૂલવાની સમસ્યા પહોંચી શકે છે, એટલું જ નહીં તેંની સ્કીન પર ફોડલીઓ પણ પડી શકે છે.
કાકડી
કાકડીનું રાયતું શરીર માટે નુકશાનકારક છે. કાકડી અને દહીં બંને ઠંડુ હોય છે. વધારે ઠંડક શરીરના પાચનક્રિયાને ધીમી કરી દે છે, ભોજનને ધીમે ધીમે પચાવે છે અને સુસ્ત રાખે છે.

