લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે

ભારતીય સંસદના ઈતિહાસમાં અને દેશના રાજકારણમાં સૌથી મોટો ફેરફાર થવાનો છે. લોકસભા ચૂંટણી 2029 પહેલા લોકસભા બેઠકો વધારવા અને 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરાઈ છે. રિપોર્ટ મુજબ હાલ ચાલી રહેલા સંસદના સત્રમાં જ આ બે પ્રસ્તાવ રજૂ કરાશે. જો યોજના મુજબ પ્રસ્તાવ પસાર થઈ જશે તો લોકસભાની સંપૂર્ણ તસવીર […]

Continue Reading

બે યુદ્ધોથી 55 વર્ષની સૌથી મોટી ઓઇલ કટોકટીનું સર્જન

નવી દિલ્હી: વિશ્વમાં ચાલતા બે યુદ્ધોએ છેલ્લા ૫૫ વર્ષનું સૌથી મોટી ઓઇલ કટોકટી સર્જન કર્યુ છે. આ યુદ્ધોના કારણે સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેનો કોઈ ઉકેલ દેખાતો નથી. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના પ્રમુખ ફાતિહ બિરોલે આ વાત જણાવી હતી. પશ્ચિમ એશિયાનું સંકટ ૧૯૭૦ની બે ઓઈલ કટોકટી  દરમિયાન ગેસ બજારો પર પડેલી અસરથી વધુ ગંભીર […]

Continue Reading

રહેણાંક મકાન પર પોલીસનો દરોડો : ઇંગ્લિશ દારૂ સાથે એક આરોપીની અટકાયત

પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો, અને રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કરીને દારૂ સંતાડનાર આરોપીની અટકાયત કરી લીધી છે. જામનગરમાં નવાગામ ઘેડ નજીક માતૃ આશીષ સોસાયટીમાં રહેતા અર્જુનસિંહ મહીપતસિંહ ગોહીલ નામના આરોપીના રહેણાંક મકાનમાં પોલીસ દ્વારા રેઈડ કરવામાં આવી હતી. તેમના રહેણાંક મકાનના પ્રથમ માળના રૂમમાંથી પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી […]

Continue Reading

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું રૃપિયા 757 કરોડનું બજેટ રજુ કરાયું

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ તેનું બીજું અને અત્યાર સુધીનું સૌથી મહત્વાકાંક્ષી બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગૌવ્હાણે દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૃ.૭૫૭ કરોડનું બજેટ જાહેર કરાયું છે. ગત વર્ષના રૃ. ૭૫૧ કરોડના બજેટમાં સાધારણ વધારો કરી આ વર્ષે શહેરના માળખાગત વિકાસ અને જનસુવિધા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો […]

Continue Reading

મોટા વાહનો પણ સુરક્ષિત નથી, વાહન ચોરો પાણીના ટેન્કર વાળું ટ્રેક્ટર ઉઠાવી ગયા

ગઈકાલે બનેલા વધુ એક બનાવમાં ચોરો પાણીના ટેન્કર વાળું ટ્રેક્ટર ઉઠાવી ગયા હોવાનો બનાવ બન્યો છે. વડોદરા નજીક આજોડ ખાતે સનરાઈઝ રેસીડેન્સીમાં રહેતા બ્રિજેશ ભાઈ રાજપુતએ પોલીસને કહ્યું છે કે, હું પાણી વિતરણનું કામ કરું છું અને તેના માટે ટ્રેક્ટર તેમજ ટેન્કર વસાવ્યા હતા. ગઈ તા.21મી એ મેં ટ્રેક્ટર જાણી શાક માર્કેટ સામેના પ્લોટમાં પાર્ક […]

Continue Reading

ચાઈલ્ડ હેલ્પલાઈને બાળલગ્ન અટકાવ્યા, પરિવારની આ રીતે પોલ ખુલી

ઘંબા તાલુકાના એક ગામમાં થવા જઈ રહેલા બાળ લગ્નને અટકાવવામાં ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098ની ટીમને મોટી સફળતા મળી છે મળતી માહિતી અનુસાર, ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબર 1098 પર એક જાગૃત નાગરિકનો કોલ આવ્યો હતો કે ઘોઘંબા પાસેના એક ગામમાં બાળ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. આ માહિતી મળતાની સાથે જ ચાઈલ્ડ હેલ્પ લાઈન પંચમહાલની ટીમ […]

Continue Reading

વડોદરા શહેરમાં સવારે પ્રભાતફેરી યોજાઈ : ભાજપના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી

વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિને પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતુ. શહેરમાં ન્યાય મંદિર ફૂવારા પાસે કાર્યકરો, આગેવાનો અને શુભેચ્છકો એકત્રિત થયા હતા અને દેશભક્તિના ગીતો સાથે પ્રભાતફેરી યોજી હતી. લહેરીપુરા રોડ, બરાનપુરા, ચોખંડી માંડવી, બેંક રોડ, ચાંપાનેર દરવાજા, બાજવાડા મેઇન રોડ, ગાંધીનગર ગૃહ, ટાવર ચાર રસ્તા, માર્કેટ ચાર રસ્તા થઈ પ્રભાતફેરી નીકળી […]

Continue Reading

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક બાઇક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માત

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામના પાટીયા પાસે એક અકસ્માત સર્જાયો હતો. ડબલ સવારી બાઈકમાં જઈ રહેલા એક દંપત્તિને ટ્રેક્ટરના ચાલકે હડફેટમાં લઈ લેતાં દંપતિ ગંભીર સ્વરૂપે ઘાયલ થયું છે, અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટ-જામનગર હાઇવે પર ફલ્લા ગામ નજીક […]

Continue Reading

ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી

ઈરાન અને ઈઝરાયલનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું ત્યારે ઘરેલુ અને હોટલની ગુજરાતી થાળી મોંઘી થઈ ગઈ છે. સામાન્ય રીતે ગુજરાતીઓમાં અમુક પ્રસંગો કે તહેવારોમાં હોટલમાં જઈને ગુજરાતી થાળી આરોગવા જવાની એક રસમ છે. પરંતુ હાલમાં પ્રવર્તેલી એલપીજીની અછતને કારણે ગુજરાતી થાળી પર અંદાજિત વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે. જે ઘણી હોટલો અને […]

Continue Reading

એપ્રિલમાં એકસાથે ત્રણ મહિનાનું અનાજ મળશે; કેન્દ્રની જાહેરાત

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશના કરોડો રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આપ્યા છે. આગામી એપ્રિલ મહિનામાં લાભાર્થીઓને એકસાથે ત્રણ મહિનાનું અનાજ વિતરણ કરવામાં આવશે. બીજી તરફ, સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકારે દેશભરમાંથી લાખો નકલી રેશનકાર્ડ પણ રદ કર્યા છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે સત્તાવાર જાણકારી આપી છે. […]

Continue Reading