વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે જામનગરમાં રાજપૂત (ક્ષત્રિય) સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી ચાલી આવતી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજની ગૌરવશાળી પરંપરા, સંસ્કૃતિ અને વારસાનું જતન કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. વિજયાદશમીના પર્વે આયોજિત આ કાર્યક્રમમાં સમાજની એકતા, સંગઠન અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો.
