લગ્નમાં જતા સુરતના દંપતીને અકસ્માત ઃ પત્નીનું મોત

લગ્નમાં જતા સુરતના દંપતીને અકસ્માત ઃ પત્નીનું મોત

વડોદરા નજીક ભારતમાલા હાઇવે પર સવારે ભાવનગરમાં ભાણીયાના લગ્નમાં જતા સુરતના દંપતીની કાર આગળ જતી ટ્રકની પાછળ ઘૂસી જતા પત્નીનું મોત નિપજ્યું હતું જ્યારે પતિને ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ નરેશભાઈ ધીરુભાઈ કલસરિયા(રહે.સમ્રાટ સોસાયટી, કેનાલરોડ, કામરેજ, સુરત) સુથારીકામ કરે છે. ભાવનગર ખાતે તેમના ભાણીયાનું લગ્ન હોવાથી સવારે સાડા પાંચ વાગે પોતાની કારમાં પત્ની શોભાબેન સાથે ભાવનગર જવા નીકળ્યા હતાં. સવારે પોણા સાત વાગ્યાની આસપાસ તેમની કાર પાદરા તાલુકાના સાદડ ગામની સીમમાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ભારત પેટ્રોલ પંપની સામેથી પસાર થતી હતી.

દરમિયાન નરેશભાઇને પાણીની તરસ લાગતા તેમને બાજુની સીટ પર ઊંઘતી પત્નીને જગાડવા ચાલુ કારે પ્રયત્ન કર્યો હતો પરંતુ આ સમયે અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર આગળ જતી ટ્રકની પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પત્ની શોભાબેન તેમજ નરેશભાઇને ઇજા થતાં બંનેને સારવાર માટે પાદરાની હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

અકસ્માતમાં હોસ્પિટલમાં શોભાબેનનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતું જ્યારે નરેશભાઇને સામાન્ય ઇજા થતા સારવાર બાદ રજા અપાઇ હતી. આ બનાવ અંગે પાદરા પોલીસે કારના ચાલક નરેશભાઇ સામે જ ૪૦ વર્ષની પત્નીના મોત માટે જવાબદાર હોવાની ફરિયાદ નોધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...