સિહોર તાલુકાના સણોસરા ગામે ખેતીવાડીમાં વીજ પુરવઠાની અનિયમિતતાને કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ મામલે ધરતીપુત્રોએ એકઠા થઈ વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો.
સણોસરા ગામે છેલ્લા ઘણાં સમયથી ખેતીવાડી કનેક્શનમાં વીજળીની અનિયમિતતા અને સમસ્યાના કારણે ખેડૂતો સિંચાઈ સહિતના ખેતીપાકોના કાર્યો સમયસર ન કરી શકતા ચિંતા વધી છે. આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિવેડો લાવવામાં ન આવતા રોષે ભરાયેલા ધરતીપુત્રો અને ગ્રામજનોએ પીજીવીસીએલ કચેરીએ ધસી જઈ ઘેરાવ કરી ખેતીવાડીમાં વીજ પુરવઠો નિયમિત અને પૂરી કલાકો સુધી આપવામાં આવે તેવી રોષ સાથે રજૂઆત કરી હતી.
