દીપડો આખરે પાંજરે પુરાયો, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

દીપડો આખરે પાંજરે પુરાયો, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામમાં ગત અઠવાડિયે બનેલી હૃદયદ્રાવક ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ફેલાયેલો ભયનો માહોલ આખરે થાળે પડ્યો છે. 65 વર્ષીય રહીબહેન નાયક નામના વૃદ્ધા પર જીવલેણ હુમલો કરનાર આદમખોર દીપડાને પકડવા વન વિભાગ દ્વારા હાથ ધરાયેલા સઘન ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. ગત મોડી રાત્રે આ દીપડો વન વિભાગના પાંજરામાં ફસાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર, રાયસિંગપુરા ગામમાં વૃદ્ધાના મોતની ઘટના બાદ સ્થાનિકોમાં ભારે દહેશત જોવા મળી રહી હતી. લોકો સાંજ પડતા જ ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વન વિભાગની ટીમે તાત્કાલિક વિસ્તારમાં પાંજરું ગોઠવી દીપડાની હલચલ પર સતત નજર રાખવાનું શરૂ કર્યું હતું. મોડી રાત્રે એક નર દીપડો પાંજરે પુરાતા વન વિભાગે તેને કબજે લીધો હતો.

દીપડો ઝડપાઈ જતાં રાયસિંગપુરા અને આસપાસના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે અને વન વિભાગની કામગીરીને બિરદાવી છે. જોકે, ભવિષ્યમાં માનવ-વન્યજીવ સંઘર્ષની આવી દૂર્ઘટનાઓ ફરી ન ઘટે તે માટે વિસ્તારમાં સતત નાઇટ પેટ્રોલિંગ અને તકેદારીના પગલાં ભરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે,પકડાયેલો આ દીપડો જ વૃદ્ધાના મોત માટે જવાબદાર હતો કે નહીં, તેની સત્તાવાર પુષ્ટિ વન વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...